પ્રશ્નોત્તર

પ્રશ્નોત્તરી-PL
૧. પ્રતિલિપિ શું છે ?
અમને વર્ષો જૂની એક કહેવતમાં વિશ્વાસ છે, તમે જે વાંચો છો એ બનો છો. અમારા આ દૃષ્ટિકોણ સાથે અમે બંધનરહિતના ઉત્તમ કોટિના વાંચનને પ્રોત્સાહન આપીએ છીએ. લખો, વાંચો અને વંચાવો. તમારી આત્મીય પ્રતિભાને ઓળખો અને શું ખબર કાલે તમે પણ એ હસ્તીઓમાંના એક હોવ.
૨.પ્રતિલિપિના પાયામાં કોણ છે ?
અમે પાંચ ભાષા અને સાહિત્યપ્રેમના તાંતણે જોડાયેલાં, સરેરાશ છવ્વીસનાં, ચાપ્રેમી યુવાહૈયાંઓ છીએ. જો તમે પણ અમારામાંથી એક હોવ તો ચાપાણી માટે જરૂર પધારશો !)
૩. પ્રતિલિપિ કઈ ભાષાઓને આવરે છે ?
શરૂઆતી તબક્કામાં અમે હિન્દી, ગુજરાતી, તમિલ, અંગ્રેજી અને મરાઠીનો સમાવેશ કરી રહ્યાં છીએ. સમયાંતરે, બીજી મોખરાની ભારતીય ભાષાઓનો સમાવેશ કરીશું.
૪. પ્રતિલિપિ કયાંકયાં ઉપકરણોને સપોર્ટ કરશે ?
અમારો હેતુ ભાષા અને ઉપકરણના બંધનમુક્ત વાંચનને વેગ આપવાનો છે. જલ્દી જ અમારી સંપૂર્ણપણે કાર્યરત વેબસાઇટ પર બધી જ સંબંધિત માહિતી મૂકવામાં આવશે.
૫. હુ પ્રતિલિપિ સાથે કઈ રીતે જોડાઈ શકું ?
અમે જલ્દી જ અમારું beta વર્ઝન કાર્યરત કરીશું. દરમિયાન તમે મહેરબાની કરીને આ લિંક પર સબસ્ક્રાઇબ કરશો. http://www.pratilipi.com/faq#subscribe સબસ્ક્રાઇબ થવા પર તમે સરપ્રાઈઝ ભેટસોગદો માટે તૈયાર રહેશો.
૬. મારે અત્યારે કયાં પુસ્તકો વાંચવાં જોઇએ ?
અમારી સંપૂર્ણ કાર્યરત વેબસાઇટ પર, તમને તમારી પસંદનાં પુસ્તકો પસંદ કરવામાં બુક જીની મદદ કરશે. ત્યાં સુધી તમે અમારી પસંદના સંગ્રહોનો લહાવો લઈ શકો છો. દરમિયાન તમે અમને ઈ-મેઈલ કરીને તમારા મનપસંદ લેખકો અને તેમનાં પુસ્તકો અમને જણાવી શકો છો. તમે કેવા રંગની ટી-શર્ટ અને કેવા પ્રકારની ચા પીવાનુ પસંદ કરો છો એ જ્ણાવવાની જો તસ્દી લેશો તો અમે તમને તમારી પસંદ સુધી ચોક્કસ પહોંચાડી દઈશું !)
૭. પ્રતિલિપિનો શાબ્દિક અર્થ શું થાય ?
પ્રતિલિપિ એ સંસ્કૃત/ હિન્દી શબ્દ છે, જેનો અર્થ નકલ થાય છે. અમે દૃઢપણે માનીએ છે કે આપણે જે પણ કાંઈ વાંચન રોજબરોજની જિંદગીમાં કરીએ છે, તેને આપણા વર્તનનો એક ભાગ બનાવી લઈએ છીએ. પ્રખર વક્તા અને લેખક જ્યોર્જ આર. આર. માર્ટિને કહ્યું છે કે, “એક જિજ્ઞાસુ વાચક એના ખરા મોત પહેલાં હજાર મોતે મરે છે.” જોજેન કહે છે કે,” જે માણસ વાંચન નથી કરતો, એ ફક્ત એક જ જિંદગી જીવે છે.” બસ, પ્રતિલિપિનો એકમાત્ર ઉદ્દેશ દરેક વાચકને એવી ઘણીબધી રસપ્રદ અન અર્થસભર જિંદગીઓની ભેટ આપવાનો છે.
૮. શું વધારે પ્રશ્નો છે ?
અમને ઈ-મેઈલ કરવામાં જરા પણ સંકોચ ન રાખશો, કારણ કે અમે વાચકો સાથે વાત કરવા તત્પર રહીએ છીએ. અમે તમારા કોઈપણ પ્રકારના સંબંધિત પ્રશ્નોનો બાર કલાકમાં ઉત્તર આપીશુ.

Advertisements

2 thoughts on “પ્રશ્નોત્તર

  1. ડીએનએ ટેસ્ટ બાબત મેં ઘણીં જગ્યાએ લખ્યું છે. એટલે કે નકલ, કોપી, પ્રતીલીપી, ડીએનએ, વગેરે, વગેરે… ઈન્ટરનેટ અને ગુજરાતી બ્લોગ ઉપરથી અહીં આવે પહોંચ્યો અને આ પ્રથમ કોમેન્ટથી શરુઆત કરેલ છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s