પ્રસ્તાવના

એક મિનિટ જરા…

સતત ઉભરતા જતા ઇન્ટરનેટ જગતમાં વ્યક્તિ અને વસ્તુ હાથવેંત થઈ ગયાં. વ્હોટ્સઅપના આ જમાનામાં સુપ્રભાત અને શુભરાત્રીનું મહત્ત્વ ઓસર્યું નથી અને ખાસ રહ્યું પણ નથી ! ઑફિસના એ ઠંડા ક્યૂબિકલોમાં અને ક્યારેય ના ઘટતા કામના પ્રેશરમાં પણ સ્માર્ટફોનની સ્ક્રીનો પર લપકારા મારતી દેશવિદેશની એ નિતનવીન ઘટનાઓ અને રમૂજી વ્યંગ આપણા ચહેરા ઉપર સહજ સ્મિત લાવી દે છે. અચરજની વાત તો એ છે કે અંગ્રેજીમાં મીઠું માગનારા પણ ભાષાની મીઠાશ ભૂલ્યા નથી. એક મિનિટ જો તમને એમ લાગતું હોય કે, સમજ્યા હવે; તો ફક્ત તમારી જાણકારી માટે કહું છું, ઑક્સફર્ડનાં ભાષાકીય સંશોધનો કહે છે કે 80-85% અંગ્રેજી માધ્યમ ને અપનાવી ચૂકેલો પ્રાંતીય યુવાસમુદાય માતૃભાષાના સાહિત્યને પ્રાથમિકતા આપે છે.
દિવસે ને રાતે બદલાતી ટેકનોલોજિના આ ટાઈમમાં ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપતાં ઘણાં માધ્યમો ઉપલબ્ધ છે. હસવું આવી જાય એવી વાત છે, પણ જુઓ ને હજી કાલ સુધી આપણે ગુજરાતીમાં ટાઈપ કઈ રીતે કરવું એ માટે એકબીજાને શિખામણો આપતા હતા ! ડોક્ટરો અને ઇજનેરોની હોડમાં ગૃહિણીઓ પણ બ્લૉગ લખવામાં વધારે પાછળ નથી. સહુ પોતાના મનની વાતો સહુની સાથે કરી રહ્યાં છે. પાડોશી સાથે વાત કરતાં પહેલાં વિચાર કરનારાઓ અજાણ્યા અને ક્યાંય વસતા લોકો ને ફૉલો કરી રહ્યા છે.
બસ, આ જ બધાં અવલોકનો અમે પાંચે પણ કર્યાં. સરેરાશ છવ્વીસનાં અને આકસ્મિકપણે સરખો રસ ધરાવતાં અમે પાંચ મળ્યાં પણ એવી જ એક સોશિયલ ડિસ્કસન ફૉરમ ઉપર (ક્વૉરા ઇન્ડિયા). ભારતનાં ચાર ખૂણાનાં રાજ્યોમાંથી મિત્રતાના સેતુએ જોડાયેલાં અમે પાંચેએ નક્કી તો ત્યારે જ કરી નાખ્યું હતું કે એમ.બી.એ અને એમ.એસ. કોઈ કામનાં નથી, જો અમે અમારી રુચિને સમજી ના શકીએ તો. અને અંતે ઘણી બધી હિતેચ્છુ શિખામણોના અવરોધો વચ્ચે અમે અમારી છ ડિજિટ સૅલરી અને એમ. એન. સી. જોબને અલવિદા કરી દીધી.
પ્રતિલિપિ અમારું એક સહિયારું યુવાસાહસ છે. પ્રતિલિપિનો એક્માત્ર હેતુ એવા સહુને જોડવાનો છે, જેઓ ભાષાબાધ વિના લખવા, વાંચવા અને વંચાવવામાં રસ ધરાવે છે. પ્રતિલિપિના માધ્યમથી અમે બંગાળી, ગુજરાતી અને તમિલ જેવા વિવિધ ભાષાના ‘ચેતન ભગતો’ની ઓળખાણ કરાવવા માગીએ છીએ. પ્રતિલિપિ એક એવું પ્લૅટફૉર્મ છે, જ્યાં એક સર્જક તેની સર્જનશક્તિને કોઈપણ સ્વરૂપમાં અને કોઈપણ ભાષામાં અજમાવી શકે છે; પછી એ ચાર પંક્તિની કવિતા હોય કે ચારસો પાનાની નવલકથા. એકવીસમી સદીના પ્રેમાનંદ અને કલાપી સાથે વાત કરવાની ઇચ્છા કોને ન હોય ! અને અમે તમારી ઇચ્છાઓનો આદર કરીએ છીએ. પ્રતિલિપિના માધ્યમથી તમે તમારા પસંદીદા લેખકો અને કવિઓ સાથે સીધો વાર્તાલાપ કરી શકો છો. પ્રતિલિપિ પર તમે તમારા પસંદીદાં ઈ-પુસ્તકોની ખરીદી પણ કરી શકો છો. પ્રતિલિપિની સહુથી વધુ આવકાર્ય ખાસિયત એ છે કે તમે ઇચ્છો ત્યારે તમારા સર્જનનું પબ્લિકેશન પણ કરી શકો છો, જે તદ્દન નિઃશુલ્ક છે.
આપ સહુને આ જણાવતાં ઘણો જ આનંદ થાય છે કે અમારા આ સાહસને શ્રી રઘુવીર ચૌધરી, શ્રી શાહબુદ્દીન રાઠોડ, શ્રી દિનકર જોશી, શ્રી કેશુભાઇ દેસાઈ, ડૉ. કાજલ ઓજા વૈદ્ય, શ્રીમતી નીલમ દોશી, શ્રી જિગ્નેશ અધ્યારુ, શ્રી ચંદ્રકાંત શેઠ અને બીજા ઘણા દિગ્ગજોની પ્રેરણા અને માર્ગદર્શન મળેલાં છે.
આશા રાખું છું કે અમારી આ સહિયારી અને ઉમદા પહેલને તમે દિનપ્રતિદિન વધારેને વધારે માણી શકો છો. વધુ જાણકારી માટે આજે જ જોડાઓ અમારી સાથે અને પહેલા ઘણા સબસ્ક્રાઇબરમાંથી એક બનો.

4 thoughts on “પ્રસ્તાવના

 1. સહુથી પહેલું કામ તો તમને સહુને અભિનંદન આપવાનું – ભારતીય ભાષા સાહિત્યને પ્રોત્સાહન આપતાં સોશિયલ નેટવર્કીંગ સ્ટાર્ટાઅપ માટે, જેનાં છત્ર હેઠળ વિવિધ ભાષાઓના બ્લૉગ પણ તમે લોકો વહેતાં મૂકી રહ્યાં છો.
  બ્લૉગ પરથી તમે કયા પ્રકારની પ્રવૃત્તિઓને મહત્ત્વ આપવા માગો છે, તે સ્પષ્ટ થતું નથી, પરંતુ ભારતીય ભાષાઓ માટે જે કોઇ , જે કંઇ પણ કામ કરવા માગતું હોય તેને મારૉ ટેકો અવશ્ય હોય જ.
  અમે કેટલાક મિત્રો વિકિસ્ત્રોત પર ગુજરાતી ક્લાસિક્સનાં અક્ષરાંકનનું કામ કરી રહ્યાં છીએ. તેની પણ મુલાકાત જરૂરથી લેશો અને એ યજ્ઞમાં પણ તમારાં ગ્રુપનાં સભ્યો સક્રિય યોગદાન કરે તો બહુ જ સારૂં કામ થશે.
  તમારૂં ગ્રુપ BITS PILANIનાં પૂર્વવિદ્યાર્થીઓને પણ આવરી લે છે તે મારા માટે ખાસ આનંદની વાત છે. હું પણ ૧૯૭૧ થી ૧૯૭૩નાં વર્ષોનો ત્યાંનો વિદ્યાર્થી છું.
  સાભાર, સસ્નેહ, શુભેચ્છાઓ સહ,

  અશોક વૈષ્ણવ

  Liked by 1 person

 2. ઘણી બધી હિતેચ્છુ શિખામણોના અવરોધો વચ્ચે અમે અમારી છ ડિજિટ સૅલરી અને એમ. એન. સી. જોબને અલવિદા કરી દીધી.
  પ્રતિલિપિ અમારું એક સહિયારું યુવાસાહસ છે.

  આજની સ્વાર્થી દુનિયામાં આવી દિલેરી અને ત્યાગ અને સેવાની ભાવના બહુ ઓછા બતાવી શકે. પ્રતિલિપિ ટીમની આવી ઉમદા મિશનરી ભાવનાને સલામ .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s