ચા પછીની વરીયાળી

આપ સહુના સહકાર અને માર્ગદર્શન વચ્ચે આ અલૌકિક અને સાત સમુદ્ર પારના વિચારવિમર્શમાં એન્ટ્રી તો મારી લીધી છે. જગ્યા બનાવવાનો પ્રયત્ન તો ખેર નિરંતરનો જ રહે છે. વલી અંકલ અને બીજા ઘણા દોસ્તો અને શુભચિંતકોનાં પ્રામાણિક સૂચનોની ઘણી આભારી છું. મારા લેખનમાં જોડણીની ભૂલોનાં બે મુખ્ય કારણ છે; એક, હું જે સોફ્ટવેરના માધ્યમથી લખી રહી છું એ અને બીજું એ કે નાનપણમાં જોડણીસુધારામાં હંમેશાં શૂન્યો જ મળી છે. આ નવોદિત લેખિકાનું માનવું છે કે ભાષા-વિમર્શ જોડણીવાદથી પરે છે. હસતા તમે સારા લાગો છો, પણ આપબચાવ તો ભગવાન કૃષ્ણે પણ ઘણો કર્યો હતો.
ખેર, આ બધી રામાયણની જડ એ સવારની પહેલી ચા છે. એ જ ચા જેણે લૅબમાં ઊભી રહીને નિર્દોષતાથી રિસર્ચ કરતી છોકરીને વ્યાપારજગતના ભપકાદાર ‘આન્તરપ્રેન્યોર’ શબ્દનો ચસકો લગાડ્યો. પ્રતિલિપિ તો ક્યાંક ક્યારની આકાર લઈ ચૂકી હતી. અજુગતું કઈંક આમ બન્યું કે દિવસભરના કોલાહલમાં કોઈએ ગમતી વાત કહી દીધી. પરિણામ એ આવ્યું કે હું આપ સહુની વચ્ચે છું, આજે. વાંધો નહીં, હસી લો બસ !
ખેર, મારો પ્રકાર ખાસ મનોરંજક નથી; પણ દરેક નવા સાહસમાં શરૂઆત તો શૂન્યથી જ થાય છે ને ! એક દુ:ખદ વાત પણ બની ગઈ. આપણાં સહુ વચ્ચેથી શ્રી વ્રજભાઈ શાહે ચિર વિદાય લીધેલ છે. પ્રભુ તેમને મોક્ષગતિ અર્પે.
આવતી કાલે થોડી વધારે મીઠી અને રસપ્રદ વાતો કરીશ. ત્યાંસુધી અમેરિકાવાળાં ને ગુડ મૉર્નિંગ અને અહીંયાંવાળાંને સ્વીટ ડ્રીમ્સ.

Leave a comment