A must read – Under Delhi by Sorabh Pant/ અચૂક વાંચજો – ” દિલ્લીમાં ક્યાંક” , શ્રી સૌરભ પંત

Category: Fiction

Publisher: Hachette India

”જો  તમારો બળાત્કાર થઇ  રહ્યો  છે તો કરનાર ને “ભાઈ “કહી  સંબોધો , તેઓ બંધ કરી  દેશે.” – આશારામ બાપુ , પવિત્ર સંત

“ચાઓમીન અને  ફાસ્ટફૂડ થી  બળાત્કારો  થાય છે.” – હરિયાણા ખાપ પંચાયત

“(કેટલીક) બહેનો જેઓ બળાત્કાર નો વિરોધ કરે છે તેઓ પોતેજ  ખંડિત અને કલુષિત છે.”- અભિજીત મુખરજી , ભારત ના ભૂતપૂર્વ  રાષ્ટ્રપતિ  ના દીકરા

“જો છોકરીઓને  સોળ ની વયે   પરણાવી દેવામાં આવે તો તેમની જાતીય માંગણીઓ માટે તેમના પતિદેવો હાજર રહે છે અને તેમને બહાર બીજે જવું પડતું નથી”. – ઓમ પ્રકાશ ચૌટાલા , ભૂતપૂર્વ  મુખ્યમંત્રી , હરિયાણા

“બહેનો અને બાળકોને ફોન આપવાની કોઈ જરૂર નથી.એ તેઓ ને ખોટા માર્ગે દોરે છે. બહેનોને  ફોન ની જરૂરત જ શી છે ? “- રાજપાલ  સૈની , બસપ નેતા 

“90% બળાત્કારની  ઘટનાઓ સહમતી થી  થાય છે.” – ધરમવીર ગોયત ,પ્રદેશ કોંગ્રેસ  પ્રમુખ 

“બળાત્કારની ઘટનાઓ વધી રહી છે કારણકે મહિલાઓ  પુરુષોને  સમકક્ષ થવા નો પ્રયત્ન કરી રહી છે.” – મમતા બનેરજી , મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળ

તો પછી બહેનો એક કામ કરીએ, આજથી ફાસ્ટફૂડ ખાવાનું બંધ. પુરુષો ની સામે  મોં ખોલી ને ખાવાનું બંધ. કપડા ની ખરીદારી કરીને અલમારીઓ  ભરતા પહેલા  અભિષેકભાઈને  ફોન જરૂરથી કરીશું  પરવાનગી  માટે.  ફોનથી યાદ આવ્યું દરેક ફોન બનાવતી કંપનીઓ એ હવેથી  “બ્લેકબેરી બોયઝ” ને  અનુસરવું . અને હા  જો  એ આકસ્મિક ક્ષણે  “ભાઈ” થી કામ ના પતે તો હવેથી  રક્ષા-બંધને પતિઓ  ને  પણ  રાખડી બાંધીશું. અને જો  બળાત્કારો સહમતી થી જ  થતા હોય તો  આજથી  દરેક કંકોત્રીમાં  શુભ પ્રસંગઓમાં  “હસ્તમેળાપ” ની જગ્યાએ  “બળાત્કાર’ લખાશે.

કુલ આંકડો ગણવા જઈએ તો ત્રીસ થી  વધારે રાજકીય નેતાઓ અને લગભગ તેથી અડધા ધાર્મિક આચાર્યો એ બળાત્કારની ઘટના માં મહિલાઓ ને દોષિત ઠેરવી, ન જાણે કઈ કેટલાય બહાનાઓ આપીને. પરિસ્થિતિની  સંવેદનશીલતા ને  સમજ્યા કર્યા વગર  બેફામ  ઉગાડેચોક ભાષણબાજી કરનાર આપણે જ  ચૂંટી  કાઢેલા  આ ઢોંગી  અને  લાયકાત વગરના  નેતાઓ ખરેખર  શું  ભલું  કરશે  દેશનું. દર બીજા દિવસે છાપાઓમાં મુખ્ય પાને ચમકતી આ ઘટનાઓને જાણે સહુ  એ મજાક જ સમજી લીધી છે. એ  ઘટનાઓ  સાથે હકીકતે  ઝઝુમતી નિર્દોષ અને  બહાદુર  કન્યાઓના મન ની લાય અને હાય ભગવાન  સુધી પણ પહોચતી  હશે  કે કેમ. આગ તો  ખરેખર  હજી લાગી જ નથી. માનો કે ના માનો પણ  જે દિવસે  અમારી  સહનશીલતા ખૂટી જશે  એ  દિવસે  આખું  ભારત ભડકે બળશે. આ  શાબ્દિક ક્રોધ   પણ યોગ્ય નથી પણ સંયમ રહે એવી વાત પણ તો નથી.

ખેર, આ બેફામ વાણી વિલાસ  ને  મીઠો અને  ચમચમતો  વ્યંગ વળાંક  આપતી સુંદર વાતો  શ્રી સૌરભ પંતે એમના આવનાર પુસ્તકમાં  કરેલ છે. વિરોધ અને દેખાવો ની  સાથેસાથે  ભારતીય ઈતિહાસમાં સહુ  પ્રથમ વખત આવા સંવેદનશીલ મુદ્દાને લઇને એક  પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે. મારી ખાસ અપેક્ષાઓ નથી પણ લોકશાહીમાં શાસન સામે બોલનાર ને વાંચવા તો  પડે જ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s