Sixteen Self-Sketches / જ્યોર્જ બર્નાડ શો (અનુવાદિત અંશ ) – શ્રી ચંદ્રકાંત બક્ષી

I am in love with this dead man.

અંગ્રેજી સાહિત્યમાં જ્યોર્જ બર્નાડ શો ( George Bernard Shaw ) રમૂજના , વ્યંગના , કટાક્ષનાં માસ્ટર ગણાતા હતા . એ સંગીતના તજજ્ઞ હતા , મહાન નાટ્યકાર હતા , વામપંથી વિચારધારામાં પ્રવૃત ચિંતક હતા . જન્મ 1856 , મૃત્યુ 1950 , જીવન 94 વર્ષનું અને 1949માં બર્નાડ શો’એ આત્મકથા પ્રકટ કરી : Sixteen Self-Sketches ! એમના વાક્યો વિચારોત્તેજક રત્નકણિકાઓ જેવા છે . બર્નાડ શો 90 વર્ષ પસાર કરી લીધા પછી આત્મકથાને અંતે લખે છે : હું સુવાચ્ય છું કે નહિ એ વિષે મને શંકા છે બર્નાડ શો જેવી રમુજ ઈંગ્લીશ ભાષામાં ઓસ્કાર વાઇલ્ડ‘ની ( Oscar Wilde ) ગણાય છે , જોકે બંનેની ધરી જુદી છે . ક્ષેત્રો જુદા છે . 1947માં બર્નાડ શો’એ લખ્યું કે 92મેં વર્ષે હું હજી શીખી રહ્યો છું. ઓસ્કાર વાઈલ્ડે બર્નાડ શો માટે કહ્યું હતું : એને દુનિયામાં એક પણ દુશ્મન નથી , અને એના કોઈ દોસ્ત’ને એ ગમતો નથી ! ઓસ્કાર વાઈલ્ડે લખ્યું કે સેક્સ’ની શરૂઆત 16મેં વર્ષે થાય છે . ફિલસૂફ ઝયાં ઝાક રુસોએ ( Jean Jacques Rousseau ) લખ્યું છે કે હું તો જન્મ્યો ત્યારથી જ મારું લોહી ગરમ થઇ ગયું હતું . બર્નાડ શો લખે છે કે નિષ્કલુષા કુમારિકાઓથી હું ક્યારેય આકર્ષાયો નથી , હું પરિપક્વ પરિણીતાઓ પસંદ કરું છું જે સમજે છે એ શું કરી રહી છે . સેક્સ એ કોઈ વ્યક્તિગત સંબંધ નથી . બીજો કોઈ સંબંધ એક દિવસ પણ નિભાવી ન શકે એ લોકો સેક્સ ભોગવી શકે છે .
બર્નાડ શો’ની આત્મકથા વિચારોથી છલકાતી રહે છે , એ લખે છે : મારા શ્રેષ્ઠ પ્રવચનોમાનું એક મેં હાઈડ પાર્કમાં આપ્યું હતું . સખત વરસાદમા મને આમંત્રણ આપનાર સોસાયટી’નો સેક્રેટરી મારા પર છત્રી પકડીને ઉભો હતો અને છ પુલીસો મારું ધ્યાન રાખવા આવ્યા હતા . મને સાંભળવાની એમની ડ્યુટી હતી . મેં એક કલાક સુધી એમને મજા કરાવી . હજી પણ હું આંખો બંધ કરું છું ત્યારે વરસાદમાં ચળકતા એમના ટોપાઓ જોઈ શકું છું . બર્નાડ શો લખે છે કે તમે ગરીબ હો કે પૈસાદાર એ મહત્વનું નથી , પણ તમે કોઈ પૈસાદાર માણસના ગરીબ સગા છો એ બહુ ગ્લાની આપે છે . 1947માં 92માં વર્ષે બર્નાડ શો આત્મકથામાં લખે છે : સુખ ક્યારેય મારો આદર્શ હતો જ નહિ . આઈનસ્ટાઇન’ની જેમ હું સુખી નથી , અને હું સુખી થવા માંગતો નથી . આવી મૂર્છા પ્રાપ્ત કરવા માટે મારી પાસે સમય પણ નથી અને મારો ટેસ્ટ પણ નથી . આ તો અફીણ’ની એક પાઈપ ફૂંકો કે એક ગ્લાસ વ્હીસ્કી પી લો તો પણ મળી જાય છે . જીવનકથાની દ્રષ્ટિ’એ મારું બહુ મહત્વ નથી , મેં કોઈની કતલ કરી નથી અને કઈ પણ અસામાન્ય ક્યારેય મારી સાથે બન્યું નથી ! આત્મકથા ન લખવા વિષે બર્નાડ શો દલીલ કરે છે : એકાદ બે હાડકાઓના ફર્ક સિવાય બે હાડપિંજરો હંમેશા સમાન જ લાગે છે ! એટલે બીજી વ્યક્તિઓ કરતા હું માત્ર અડધો ટકો જ જુદો પડું છું . આ ઓંટોબાયોગ્રાફર તરીકે મારી તકલીફ છે .

જ્યોર્જ બર્નાડ શો માટે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને ખુબ જ આદર હતો અને એ આદર નેહરુ કેમ્બ્રિજ’માં ભણતા હતા એ દિવસોથી હતો . નેહરુ પ્રધાનમંત્રી થઈને ઇંગ્લેન્ડ ગયા ત્યારે બર્નાડ શો’ને મળવા ગયા , બર્નાડ શો’ની લાંબી જિંદગીના છેલ્લા વર્ષોમાં . 1949માં બર્નાડ શો’ની આત્મકથા ” Sixteen Self-Sketches ” પ્રકટ થઇ હતી અને એ 93 વર્ષ સમાપ્ત કરી ચુક્યા હતા . અને નેહરુ પ્રધાનમંત્રી તરીકે બે વર્ષ પસાર કરી ચુક્યા હતા . બર્નાડ શો’એ એમની આત્મકથા નેહરુને ભેટ આપી અને અંદર લખ્યું : જવાહરી આલ ! (સ્પેલિંગમાં બર્નાડ શો’એ ભૂલ કરી હતી ) નેહરુ’એ જયારે બર્નાડ શો’ને આ ભૂલ બતાવી ત્યારે બર્નાડ શો’એ કહ્યું : એમ જ રાખો , સાંભળવામાં સરસ લાગે છે !
બર્નાડ શો’ને નેહરુ માટે માન હતું , પણ રવીન્દ્રનાથ ટાગોર માટે ધૃણાભાવ હતો . નોબેલ પારિતોષિક જીતી લીધા પછી ટાગોર 1915માં લંડનમાં નાઈટહુડ ( ‘સર’ની ખિતાબ ) લેવા આવ્યા હતા અને ડીનરમાં બર્નાડ શો અને રવીન્દ્રનાથ ટાગોર પાસે પાસે આવી ગયા હતા . લાંબી દાઢીવાળા ટાગોર પગ સુધીનો લાંબો ચોગો કે ગાઉન પહેરીને આવ્યા હતા . બર્નાડ શો’એ એમના પાડોશીને પૂછ્યું : આ મુખ્ય અતિથી આતંકવાદી છે ? પૂછો એમને કે કેટલી પત્નીઓ છે ? 1919માં જલિયાંવાલા બાગની ઘટના બની અને ટાગોરે ‘સર’નો ઈલ્કાબ બ્રિટીશ સરકારને પાછો આપી દીધો હતો.
જ્યોર્જ બર્નાડ શો વિષે અંગ્રેજ ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલે એમના પુસ્તક ” Portraits from Memory ” માં લખ્યું છે . રસેલે બર્નાડ શો વિષે પ્રથમ 1890માં સાંભળ્યું હતું અને એ એમને 1896માં મળ્યા હતા . રસેલે પોતાના પુસ્તકમાં બર્નાડ શો વિષે ઘણા પ્રસંગો લખ્યા છે . એક વાર બર્નાડ શો જયારે સાયકલ ચલાવતા શીખતા હતા ત્યારે બર્ટ્રાન્ડ રસેલ પણ સાઈકલ પર આવતા હતા અને બંનેની જોરદાર ટક્કર થઇ ગઈ. બર્નાર્ડ શો ઉછળીને વીસેક ફૂટ દુર પડ્યા . એ તો ઉભા થઇ ગયા પણ રસેલની સાઇકલ તૂટી-વળીને ખતમ થઇ ગઈ હતી. રસેલ’ને ટ્રેનમાં આવવું પડ્યું. દરેક સ્ટેશનના પ્લેટફોર્મ પર બર્નાર્ડ શો આવતા , ડબ્બામાં માથું નાખીને મજાક કરતા રહેતા હતા. એ ગઈ સદીની સ્લો ટ્રેન હતી ! બર્નાર્ડ શો વેજીટેરીયન હતા અને વેજીટેરીયનોનું પ્રભુત્વ બતાવવા એ આ પ્રમાણે કરતા હતા .
બર્નાર્ડ શો આજની દ્રષ્ટિએ Cranky કે ચક્રમ’ની કક્ષાએ મુકવા પડે એટલા મૌલિક હતા . એમના વિષે જેટલી કિવદંતીઓ ચાલે છે એટલી ભાગ્યે જ કોઈ અંગ્રેજ લેખક વિષે છે ! નર્તકી ઇસાડોરા ડંકને ( Isadora duncan ) કહ્યું : શો ! હું અને તમે પરણીએ અને જે બાળક થાય એ કેવું અદભુત થાય ? મારું સૌન્દર્ય અને તમારી બુદ્ધિ ! બર્નાર્ડ શો’એ જરા પણ ખુશ કે અસ્થિર થયા વિના કહ્યું : મિસ ડંકન ! પણ એનામાં મારું સૌન્દર્ય અને તમારી બુદ્ધિ ઉતરે તો ? શું કરવું ?

બર્નાર્ડ શો પણ તોલ્સતોય’ની જેમ વિજ્ઞાન’નાં વિરોધી હતા . અંગ્રેજી ભાષાને સુધારવા માટે એ કોમિક’ની કક્ષાએ જઈ શકતા હતા . એ કહેતા હતા કે આ 8થી 20 સુધીની ગણતરી જ બરાબર નથી . આંકડા આ પ્રમાણે હોવા જોઈએ : એઈટ , નાઈન , ડેક , એલ્ફ , ટેન ! પછી 18/19 અને 20ની વચ્ચેની ગણતરી પણ આ પ્રમાણે હોવી જોઈએ : એઇટીન , નાઈન્ટીન , ડેકટીન , એલ્ફટીન અને ટ્વેન્ટી ! એ કહેતા કે પ્રણયત્રિકોણ એ નાટક માટે શુષ્કતમ વિષય છે . એમને ઇન્ટરવ્યુ’માં પૂછવામાં આવ્યું કે વિશ્વ’નાં શ્રેષ્ઠ 12 લેખકોના નામો આપો . ત્યારે તેમણે જ્યોર્જ બર્નાર્ડ શો’ને બાર જુદી જુદી રીતે લખીને લિસ્ટ મોકલ્યું હતું અને ફિલસૂફ બર્ગસન પાસે જઈને કહ્યું હતું : My dear fellow ! તમારી ફિલસુફી તમારા કરતા હું વધારે સારી રીતે સમજુ છું !
બર્નાડ શો એમની આત્મકથામાં આરંભમાં પ્રસ્તાવના લખતા નથી , એક માફીપત્ર લખે છે : My Apology for this Book ! બર્નાર્ડ શો લખે છે કે શ્રેષ્ઠ આત્મકથાઓ એકરારનામાઓ હોય છે અને માણસ જો ગંભીર લેખક હોય તો એની બધી જ કૃતિઓ એકરારનામાઓ જ હોય છે . મેં કોઈ વીરત્વપૂર્ણ પરાક્રમો કર્યા નથી , ઘટનાઓ મને સ્પર્શી નથી , હું જ ઘટનાઓ બનાવતો રહ્યો છું અને એ ઘટનાઓ છે મારા પુસ્તકો અને નાટકો . એ વાંચો. એમાં જ મારી પૂરી જિંદગી આવી જાય છે . બાકી તો નાસ્તો કરવો , જમવું , ઊંઘવું , જાગવું , નાહવું , ધોવું આ બધું રૂટીન તો દરેકનાં જેવું જ છે . મોલીયેર’ની જિંદગી વિષે વોલ્તેયરે બે પાનામાં જે કહ્યું છે એ એક લાખ શબ્દોમાં પણ કહેવું શક્ય નથી . . .

Advertisements

One thought on “Sixteen Self-Sketches / જ્યોર્જ બર્નાડ શો (અનુવાદિત અંશ ) – શ્રી ચંદ્રકાંત બક્ષી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s