એક અસામાન્ય ચાહત / My Girl reads a lot… courtesy : Maulika ; http://maulika7.wordpress.com

રાતના સાડા નવના સુમારે તમે એની સાથે બેઠા છો. એક મોલ ની પાળી પર બીજા દસેક જેટલા અતિ આનંદમય દેખાઈ રહેલા જુગલો અને દોસ્તોના ટોળાઓની વચ્ચે. crowd પણ જીવંત અને જોશીલો છે. હાથ પકડવાની આદત તમને હતી પણ એને નથી. લોકોની વાતો જ્યાં ખૂટતી નથી ત્યાં તમારી વાતો શબ્દોમાં આવતા પેહલાજ પૂરી થઇ જાય છે. બસ આ બધામાં અતિ આહલાદક એ ફુવારામાં થઈને આવતી ઠંડી અને કઈક અંશે ભીની હવા છે. ભલે તમે બંને નવા મળેલા પાડોશીની જેમ બેઠા છો પણ સવાલ ન તો તમારા મનમાં છે ના એના. આખા દિવસની ઘટનાઓ અને અરસપરસના કિસ્સાઓ ભાગ્યેજ દોહરાવતી એ નવા કોલેજ જુવાનીયાઓની જેમ તમારી પાસેનું અખૂટ અપાર જ્ઞાન અને સમજને આંખો પહોળી કરીને પીવા હંમેશા આતુર રહે છે અને ન જાણે કેમ પણ તમારા જ્ઞાનની એ ખૂટતી કડીઓનેજ એ પ્રશ્નોનું સ્વરૂપ આપે છે. ભલે એ સમયે તેણી કંઈ વાંચતી ના હોય પણ એની ફરતી આંખો અને વિચારશીલ મન દરેક ઘટનાઓને એની આગવી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. એ આમ બેઠી હોય ત્યારે તમે એની પાસે જઈને બેસશો તો તમને કદાચ અજાણ્યા માણસ જેવું પણ લાગે. કેમકે માનવ સ્વભાવથી એ બખૂબી પરિચિત છે પણ એની પાસે બેસીને જો તમે કોઈ તમારા ગમતાં પુસ્તકની વાત છેડશો કે પછી વણઉકેલાયા કોયડાની વાતો કરશો તો કદાચ એ તમારી વાતમાં હળવાશથી જોડાશે.

ટોળાંમાંય ક્યારેક નજર આવતી આ છોકરી એનાં એકાંત વિશ્વમાં તમને જલ્દીથી પ્રવેશવા નહીં દે પણ એનાં મૌનને આદર આપીને હળવેકથી એનાં વિચારો જાણવાનો પ્રયત્ન કરશો તો એ ખૂલી જશે સહજતાથી. ભીતરથી એ બંધ નહીં હોય, એની ભીતર વહેતી નદીના પ્રવાહને એમ જ વહેતો રાખી શકે એવા કોઈની એ રાહ જોતી હશે. એને આનંદમાં રાખવા તમે એને કોઈ મોલ, મુવી કે રેસ્ટોરન્ટમાં નહીં લઈ જાઓ તો એને ફરિયાદ નહીં હોય પણ તમારો એની સાથેનો ચાની કીટલી પરનો બુદ્ધિસભર વાર્તાલાપ એને સિડનીના ફોટોશૂટ કરતાય વધારે આનંદ આપશે.

એના ક્યારેય ન ખૂટતા પ્રશ્નો તમને તમારા વર્તમાનથી કરોડો માઈલ દુર એક અગોચર ગોષ્ઠીમાં લઇ જઈને અકલ્પનીય એકાંત અને શબ્દાતીત આનંદની અનુભૂતિ કરાવશે. એ છોકરીને તમારે ચાહવી નહી પડે કારણકે, એની પાસે તમારે કોઈ વાતના ખુલાસા કરવાની જરૂર નહીં પડે. થોડાં શબ્દોમાં એ કેટલુંય સમજી લેશે કારણકે, એ લખે છે અને લખવા કરતાય વધારે વાંચે છે. તમારા ના બોલાયેલાં શબ્દોને એ તમારી આંખોમાં વાંચી શકશે કેમ કે, એણે વ્યક્તિઓના મનનો અભ્યાસ બધાંય પૂર્વગ્રહો બાજુ પર મૂકીને કરવાં માટે પોતાની જાતને કેળવી છે. એ તમારી પર પોતાની વાતને થોપી દેવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરે, એને ખબર હશે કે પરિસ્થિતિવશ તમારે કંઈપણ કરવું પડ્યું હશે. એ છોકરીની પાસે તમે સાવ મુક્ત હશો. તમારી અંદર જે વલોવાય છે પણ કોઈનેય કહી નથી શકાતું એ સાવ સહજતાથી એની આગળ વગર કહેવાયે પૂર્ણવિરામ પામશે. એ લખી શકે છે કારણકે, એણે ભરપૂર વાંચ્યું છે. ફક્ત પુસ્તકોમાં જ નહીં પણ માણસોનેય વાંચ્યા છે. જિંદગીની નાની-મોટી નિષ્ફળતાઓથી નિરાશ થઈને તમે બેઠા હશો ત્યારે એ એવી સહજતાથી તમારું મન વાળશે કે એકવાર ભૂલી જશો કે નિરાશા કેમ હતી અને એ પણ લાગણી તરબોળ શબ્દોના ભાવાવેશ વિના.

એ છોકરી તમને ક્યારેક અતિ સમજદાર તો ક્યારેક સાવ પાગલ કે ધૂની લાગી શકે છે. ક્યારેક એકલાં એકલાં એને કોઈ ધૂન ગુનગુનાવતી સાંભળશો તો ક્યારેક ભીડ વચ્ચે એનું મૌન પણ મળશે. આવા સમયે એની પાસે બેસીને ફક્ત એને સમજવાની કોશિષ કરજો, એને ચૂપ કરી દેવાની કે બોલાવવાની નહીં. કારણકે, એને હાલતેને ચાલતે આવતી મૂંઝવણઓને એકલા જ નીપટવાની ટેવ છે. એને દોરવાનો રખે પ્રયત્ન ન કરતા કારણકે એના વાંચનની પરાકાષ્ઠા તમારા અનુભવોના સરવાળાથી કઈ વધારે છે.

તે અતિસામાન્ય ગુલાબોથી મહેકતી આભૂષણો સજ્જ સ્ત્રી- સમજથી વેગળી છે. કારણકે એણે સફેદ ઘોડા પર સવાર રાજકુમાર કરતા ગંધાતી ગલીઓમાં પનપતી લોહિયાળ વાસ્તાવિકતાના ખાબોચિયામાં ડૂબકી વધારે વાર મારી છે અને એટલેજ એ તમને જિંદગીનું પથરાળ સત્ય પણ સહજતાથી સ્વીકારવાનું શીખવાડશે. એનાં પર પોતાના ગમા-અણગમા કે અભિપ્રાયો થોપવાની કોશિષ કરશો તોએ કદીય નહીં સ્વીકારે, બલ્કે તમારા ગમા-અણગમાને એ તમારી સાથે હશે ત્યારેજ સમજી જતી હશે. જો બારીકીથી જોશો તો સમજાશે કે, એ તમારી સાથે એ જ રીતનું વર્તન કરતી હશે જેવું તમે ઈચ્છો છો.

જ્યારે એનું મન અન્યો સાથે તોળાયેલી આપવીતીથી વ્યથિત થઈ ગયું હોય, ત્યારે તેણીને એકલી છોડી દેજો. ત્યારે એની કલમની ઝડપ પાછલા બધા રેકોર્ડ તોડી નાખશે. અને શું ખબર એ ત્યારે અન્યાયોની પળોજણથી દુર એક નવી Hogwarts નું નિર્માણ કરી રહી હશે. એ તમારી પાસે એની કોઈ પણ ફરમાઈશ પૂરી કરી આપવાની જીદ નહીં કરે, સિવાય કે એનાં સ્વતંત્ર વ્યક્તિત્વનો સહજ સ્વીકાર. કારણ એ પણ એને જ ચાહે છે જેવા તમે છો. એ સમજે છે કે માણસને સંજોગો, અનુભવો અને વિચારો ઘડે છે. એ તમારા ગુસ્સાનેય આદર આપશે કેમ કે, ગુસ્સા પાછળના માનવસહજ સ્વભાવથી પરિચિત છે. તમે અગર કોઈ કારણસર એનાથી દૂર થઈ જશો તો એ તમને ધિક્કારશે નહીં. અને એ રાહ પણ નહિ જુએ. માનવીય સ્વભાવનો અભ્યાસ એને એમ કરવા પ્રેરશે. સંજોગોવશાત જો તમે એનાથી માઈલો દૂર હશો તો પણ એ તમારા ખોળામાં માથું રાખી રડી શકે છે અથવા તો ખડખડાટ હાસ્યથી તમને ભીંજવી શકે છે કારણકે, એ સમજે છે કે વ્યક્તિ દૂર હોઈ શકે છે, અહેસાસ નહીં.

ચાહો એ છોકરીને જે વાંચે છે અને તે કરતા વધારે લખે છે કારણકે, એની સાથે સાથે બૂઢ્ઢા થવાનીય એક મજા છે. જો તમારે આમાંનું કંઈપણ મહેસુસ ના કરવું હોય તો એજ સારું છે કે તમે તમારી ઈચ્છા મુજબના થોડાં-ઘણાં લેબલો ધરાવતી છોકરીને પરણી નાખો, કેમ કે તમે જ આ છોકરીને લાયક નહીં હો જે લખે છે…

courtesy : http://maulika7.wordpress.com

Advertisements

4 thoughts on “એક અસામાન્ય ચાહત / My Girl reads a lot… courtesy : Maulika ; http://maulika7.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s