એક ન વાંચવા જેવો લેખ ! / Life before Death

ચેતવણી : આ લેખ મહેરબાની કરી નાજુક હૃદયવાળા ના વાંચે.

આ તે કેવો ફોટોગ્રાફર?

મૃત્યુ ના ભયને નાથવા આ અનોખા વ્યક્તિત્વએ કઈક જુદો જ ચીલો ચાતર્યો. જર્મનીના મ્યુનીચ શહેરમાં બાળપણની એ રાતો બીજા વિશ્વ- યુદ્ધની કત્લેઆમ જોતા જોતા એ હદે ભયજનક બની ગઈ કે આ બાળક મૃત્યુ પ્રત્યે આકર્ષાયો. જિંદગીના જેટલા વર્ષો જોયા તેમાં એક એહસાસ ક્યારેય અળગો ના થયો કે અંત તો મૃત્યુ જ છે. વોલ્ટર શેલ્સએ તેમના એક ઈ-મેઈલમાં લખ્યું હતું કે, “હું મૃત્યુ અને કફનથી એટલો ડરી ગયો હતો કે મેં મારી આખી જિંદગી મૃત શરીરોને જોવાના ટાળ્યા કર્યા, મેં મારા માતા-પિતાને પણ ના જોયા.” આ બાળક જિંદગીના બીજા પડાવમાં વ્યવસાયે ફોટોગ્રાફર બન્યાં. કામની શરૂઆતમાં તેઓએ “જન્મ” શીર્ષક હેઠળના એક પ્રોજેક્ટ પર કામ કર્યું પરંતુ તેઓને સતત એક વાતનો એહસાસ રેહતો કે આ સુંદરતાનો અંત તો એ ભયાનક મૃત્યુ જ છે. ચોવીસ કલાકની દરેક સેકંડનો ભય લઈ તેઓ સામાન્ય માણસની જિંદગી જીવવાનો દ્રઢપણે પ્રયત્ન કરી રહ્યા હતા.

સંજોગોવશ વોલ્ટરને પ્રેમ થયો તેઓથી ત્રીસ વર્ષે નાની એક પત્રકાર બિટે લાકોત્તાની સાથે. આ પ્રેમ લગ્નમાં પરિણમ્યો. આજે આ યુગલ બે દસકા સાથે વિતાવી ચુક્યું છે. જિંદગીની હોડમાં આ યુગલને ખેર અંદાજ તો હતોજ કે વોલ્ટરે કદાચ લાકોત્તા કરતા ખુબ જલ્દી પાછા ફરવું પડશે. આ અણગમતા સત્યનો ડર દુર કરવા તથા જન્મકાળથી સતાવી રહેલા વોલ્ટરના મૃત્યુ ભયને નાથવાનું બંને એ નક્કી કરી નાખ્યું.

બંનેએ લગ્નગ્રંથિથી જોડાયા બાદ સાત વર્ષ લાંબો એક ચીલો સ્વેચ્છાએ શરુ કર્યો ફક્ત મૃત્યુના ભયને નાથવા. આ પ્રોજેક્ટ એક સામાન્ય માણસ માટે ઘણો જ અચરજભર્યો અને અગોચર છે. કદાચ ઘણા ઓછા લોકો આ યુગલની તથા વોલ્ટરની માનસિકતાને અનુભવી શકતા હશે. પણ આ પ્રોજેક્ટ વિષે જયારે મેં જાણ્યું તો મારા મનના વિચાર જગતમાં પળભર માટે સન્નાટો છવાઈ ગયો. ખરેખર માણસ મનની લાગણીઓ અને ડર કઈ પરાકાષ્ઠાએ સંકળાઈ ગયા હશે ત્યારે આ એક વિચિત્ર અને વિશેષ કળાનો વિચાર ઉદભવ્યો હશે તે સમજવાની ની ક્ષમતા મારામાં નથી.

આ પ્રોજેક્ટનું નામ છે “લાઈફ બેફોર ડેથ”. ગુજરાતીમાં “મૃત્યુ પહેલાની જિંદગી” .આ યુગલે છવ્વીસ મરણપથારીએ પડેલા અને બીમારીથી ઝઝુમતા લોકોના ફોટોગ્રાફ અને ઇન્ટરવ્યુ લીધા. અને બીજી વખત ફોટોગ્રાફ ત્યારે લીધા જયારે તેઓએ બરાબર છેલ્લા શ્વાસ લીધા. વોલ્ટરે તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુકે, “મને આશા હતી કે હું આ પ્રોજેક્ટ કરીને મારો મોતનો ભય દુર કરી શકીશ કારણકે, મારે ડગલે ને પગલે મૃત્યુનો સામનો કરવાનો હતો. હું એટલો ઘરડો થઇ ચુક્યો છું જયારે હું મારા પોતાના મોતનો વિચાર કરી શકું.અને આ પ્રોજેક્ટ કરીને મેં જનમ મૃત્યુના એ ચકરાવાને સમજી લીધો છે.”

આ પ્રોજેક્ટને અંજામ આપવા આ યુગલે હમ્બેર્ગ અને બર્લિનના ઘણા બીમાર વ્યક્તિઓનો સંપર્ક કર્યો અને ઘણા બધાએ સંપૂર્ણ સહકાર પણ આપ્યો. બીમારીની ક્ષણોના ફોટોગ્રાફ અને મર્યા પછીના તત્ક્ષણના ફોટોગ્રાફ લેવા વચ્ચેનો ગાળો બે દિવસથી બે વર્ષનો પણ રહેતો. 24 કલાકની સતર્કતા ખુબ આવશ્યક હતી. આ સતર્કતા માનસિક તેમજ શારીરિક શક્તિ માંગી લે તેવી હતી. શેલ્સ આગળ વાત કરતા કહે છે કે, “અમે આ પ્રોજેક્ટને અંજામ આપવા કઈ ઘણા અશ્રુ વહાવ્યા છે. અમારી માટે દરેક મોત એ સત્ય તરફનું એક ડગલું હતી.”

અહી પ્રસ્તુત કરેલા બધા ફોટોગ્રાફ તેઓએ પોતે લીધેલ છે. અને એક મકસદથી તેને black & white રાખવામાં આવેલ છે. શેલ્સનું માનવું છે કે, રંગો જિંદગી સૂચવે છે જયારે અમે પદાર્થની નાશવંત પ્રકૃતિને કંડારી રહ્યા હતા. ફોટોગ્રાફમાં ફક્ત ચહેરાજ લેવામાં આવ્યા છે તેનું કારણ જણાવતા શેલ્સ કહે છે કે, “અમે માણસની શક્તિહીનતા તેના ચહેરા પરના હાવભાવથી પ્રદર્શિત કરવા માંગતા હતા. એજ ચહેરો જે જીવનસભર લાગણીઓનું પ્રતિબિંબ હોય છે તે બીજી ક્ષણે નિષ્ઠુર અને જડ પથ્થર બની જાય છે.”

અંતે,શેલ્સ કહે છે કે, “હું ભલે ઘડપણમાં પ્રવેશી ચુક્યો છું પણ હું નિત નવા વિચારોથી ભરપુર છું. મારી એક ખુબ સુંદર પત્ની છે અને તેણી સાથે જીવન જીવવાની હું ઈચ્છા રાખું છુ. અને હું શા માટે મોતને ચાહું ?”

cao.jpg.CROP.original-original

clavey.jpg.CROP.original-original

સૌજન્ય: ડેવિડ રોઝેનબર્ગ, બ્લોગ: slate’s behold

One thought on “એક ન વાંચવા જેવો લેખ ! / Life before Death

Leave a reply to jagdish48 Cancel reply