शिव का यही मंदिर बनाऊ ?

Advertisements

2 thoughts on “शिव का यही मंदिर बनाऊ ?

  1. કદાચ સવાઈ ગુજરાતી કાકાસાહેબ કાલેલકરનું પુસ્તક ‘સ્મરણયાત્રા’ પચાસેક વર્ષ પહેલાં વાંચેલું, જેમાંનું “शिव का यही मंदिर बनाऊ ?”ના સંદર્ભે અહીં મારા સ્મરણ ઉપર આધારિત કંઈક લખવા જઈ રહ્યો છું. હકીકતદોષ હોય તો આગોતરી જ ક્ષમાયાચના કરીને આગળ વધું છું. રાવણની માતા શિવભક્ત હતી. તેણે રાવણને હિમાલય ઉપર તપ કરતા શંકર ભગવાનના મૂળ લિંગને લંકા લાવી આપવા જણાવ્યું. રાવણે કેટલાક દિવસ સુધી મહાદેવને પ્રસન્ન કરવા માટે પોતે તપમાંથી જાગૃત થાય ત્યારે એક હજાર ફૂલોની માળા અર્પણ કરવા માંડ્યું. એક દિવસે તેની નજર પડતાં એક ફૂલ ઓછું લાગ્યું અને તેની જગ્યાએ પોતાનાં દસ મસ્તક પૈકીનું એક કાપી કાઢીને મૂકવા માટે જેવી તલવાર ઉપાડે છે કે તરત જ મહાદેવ જાગૃત થઈ જઈને રાવણની ભક્તિ ઉપર પ્રસન્ન થઈને વરદાન આપી બેસે છે. રાવણે ભગવાન શંકરનું શિવલિંગ માગી લીધું અને ભોળાનાથે પોતાના ભોળપણમાં તે આપી પણ દીધું. દેવોને ચિંતા થઈ કે ભોળા મહાદેવે ખોટું કર્યું અને એક દેવે એ શિવલિંગ લંકાભેગું ન થઈ જાય માટે ભરવાડનો વેશ ધારણ કરી લીધો. શંકર ભગવાને લિંગ આપતાં શરત કરેલી કે એ લિંગને જ્યાં સ્થાપવાનું હોય ત્યાં જ મૂકવાનું અને વચ્ચે ક્યાંક મૂક્યું તો તે ઉખડશે નહિ. હરણફાળ ભરતો રાવણ હાથમાં શિવલિંગ પક્ડીને ઝડપભેર લંકા તરફ જઈ રહ્યો હતો, ત્યારે મધ્ય ભારત (કદાચ મહારાષ્ટ્ર)માં કોઈક જગ્યાએ રાવણને પેશાબની તીવ્ર હાજત થઈ. હવે હાથમાં શિવલિંગને પક્ડી રાખીને પેશાબ કરવા બેસે તો શિવલિંગની બેઅદબી થાય. તેણે આજુબાજુ નજર કરી તો પેલા ભરવાડને જોઈને તેણે પોતે પેશાબ કરી રહે તેટલા સમય પૂરતું હાથમાં પકડી રાખવા જણાવ્યું. અહીં દેવોએ એવી યુક્તિ કરી કે રાવણની પેશાબની ક્રિયા પૂરી થાય નહિ અને લંબાતી જ રહે. રાવણે ભરવાડને ચેતવણી આપી હતી કે લિંગ વજનદાર હોઈ જમીન ઉપર મૂકે નહિ અને મૂકવા પહેલાં ચેતવણી આપે. ખૂબવાર પછી ભરવાડે ‘મૂકું છું’ એવું ત્રણવાર કહીને જમીન ઉપર મૂકી દીધું અને તરત જ રાવણની પેશાબની ક્રિયા પૂરી થઈ. તે પેલા ભરવાડ ઉપર ગુસ્સે થઈને શિવલિંગને જમીન ઉપરથી ઉખેડવાની કોશિશ કરી, પણ સફળ થયો નહિ. પછી તો ગુસ્સે થઈને એ શિવલિંગને મરડી નાખીને ચાર ટુકડા ચાર દિશાઓમાં ફેંકી દીધા. આમ ભારતમાં જ એ પાંચ જગ્યાએ મૂળ શિવલિંગ હોવાનું મનાય છે. રાવણે એટલો બધો પેશાબ કર્યો હતો કે ત્યાં પેશાબનું તળાવ બની ગયું હતું. એ પુસ્તકમાં આ જે કથા વર્ણવવામાં આવી છે તે પ્રમાણે લખવામાં આવ્યું છે કે આજે પણ એ તળાવના પાણીની ગંધ પેશાબને મળતી આવે છે.

    મારી યાદદસ્ત ઉપર આધારિત કથાસાર આ પ્રમાણે છે અને ક્યાય કોઈ હકીકતદોષ હોય તો કોઈ વાચક આગળના પ્રતિભાવોમાં તેમાં સુધારો સૂચવે તે ઇચ્છનીય છે.

    છેલ્લે આ કથાસાર કોઈ વાચકને આધારવિહીન લાગે તો તેને અવગણવા વિનંતિ છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s