એક સુંદર મજાની વાતચીત શ્રી તન્વય શાહ સાથે / A short interview with Tanvay Shah

એક સુંદર મજાની વાતચીત શ્રી તન્વય શાહ સાથે / A short interview with Tanvay Shah

નામ : તન્વય શાહ

જન્મ :૨૭/૦૨/૧૯૭૮

મૂળ વતન : સિપોર, વિસનગર પાસે. ક્યારેય જવાયું નથી . જન્મભૂમિ અને કર્મભૂમિ બંને અમદાવાદ.

ડિગ્રી ઉપાધી : પતિ સિવાય કોઈ ઉપાધી ગમી જ નથી . ( સોરી કિડિંગ ) અન્ડર ગ્રેજ્યુએટ.

સ્વભાવ : વેલ મારાથી મારી બુરાઈ કઈ રીતે થઇ શકે ? મારા મિત્રો કહે છે કે હું બહુ ગુસ્સા વાળો, શોર્ટ ટેમ્પર્ડ, સ્વાર્થી છું. જોકે હું એમને બધું મોઢા મોઢ કહી દઉં છું. એટલે એવું લાગતું હશે. પછી એ જ મિત્રો આવી ને કહે છે, ના તનીયા તું સાચો હતો ! જોકે હવે લાંબી બબાલમાં નથી પડતો . હું મારા વિષે કહું તો……….. યેસ, પ્રેક્ટીકલ ખરો.
1) પડદાનો કલર કોની પસંદનો છે ઘરમાં ? 

કલર ! ઘરમાં ટાંગેલા પડદાનો કલર અમારા બિલ્ડરે નક્કી કરાવ્યો એમ કહી શકાય. અમને ગમતા કલરના બારી બારણા રંગી આપવા માટે એમને અસમર્થતા દર્શાવી અને અમારે ન છૂટકે પસંદગી બદલવી પડી. પડદાની ડીઝાઇનમાં તમે ધારેલો જવાબ મળી શકે! એ પસંદગી પત્નીની છે. જેના વિષે મેં સેટિંગ જ કરેલું માત્ર! પત્ની અને બોસને હમેશા લાગવું જોઈએ કે એમનું જ ધારેલું થાય છે .

2) બોલીવુડની એક એવી ફિલ્મ જે સહુથી વધારે વખત જોઈ છે , કારણ :

પહેલા તો આ શબ્દ “બોલીવુડ” વિષે મારો વિરોધ છે . આ નામથી તમે ખુદને પશ્ચિમી સંસ્કૃતિની કોપીકેટ સાબિત કરી દીધી ! હું અને ગમતી ફિલ્મનો એક્ટર કહે છે એમ ‘હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ’ કહીશ. ફિલ્મ …..ઓફકોર્સ ડી ડી એલ જે ( દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે ) ભલે નાટ્યાત્મક રીતે પરંતુ પરિવારને દુ:ખી કરી આપણે પ્રેમ તો પામી લઈશું પણ સુખી નહિ થવાય.

3) મંગળ પર કાયમી વસવાટની ઓફર આપવામાં આવે તો શું કરો ?

મંગળ: યસ ! સહર્ષ સ્વીકારી લઉં .મને ત્યાં મારી મનપસંદ દુનિયા વસાવવાનો ચાન્સ મળી રહે. મને વાંધો ન આવે કારણ કે પૃથ્વી ઉપર પણ ક્યારેક મંગળવાસી બની જાઉં છું .એકાંતપ્રિય …હા, સગવડતામાં પત્નીને સાથે લઇ જઈશ. તમે કરજો પ્રેમની વાતો અમે કરશું પ્રેમ!
4) મનપસંદ વાનગી :

પત્નીના હાથે બનેલી કોઈ પણ ડીશ. એ મારો ટેસ્ટ સમજી ચુકી છે.૧૩વરસમાં એણે એવું કંઈ પીરસ્યું નથી જે મને પસંદ ના હોય . છતાં કોઈક એક ડીશ પર પસંદગી ઢોળવાની હોય તો ………..સોરી, ઘણી બધી યાદ આવી ગઈ!

5) વાર્તા લખો ત્યારે વાસ્તવિકતા અને કાલ્પનિકતા આ બેમાં કોને કેટલો ન્યાય આપો ?

ઓફકોર્સ વાસ્તવિકતાને જ. ગ્રાઉન્ડ લેવલની વાતો હ્રદયસ્પર્શી હોય .પોતીકી લાગે હા, આખી વાત કોઈક એક સાથે ન બની હોય. નોવેલના કોઈક એક પાત્ર સાથે ચાર પાંચ વય્ક્તિઓની વાસ્તવિકતાની કલ્પનાનું મિશ્રણ થઇ શકે બાકી નરી કાલ્પનિકતા ..? નો વે .. અનુભવ વગર નું લખાણ પાયા વગરની ઈમારત જેવું લાગે .

6) ગુજરાતી હોવાનો એક એવો ગર્વ :

વ્યવસાયને લીધે હું ઘણા સમુદાયના સંપર્કમાં છું . અમદાવાદની સાવ લોઅર કાસ્ટ ઝુંપડા વાસી થી માંડી અપર લેવલની અલ્ટ્રા મોર્ડન કરોડોના બંગલામાં રહેતી લોકાલીટીને ઓળખું છું. ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાંથી આવતા વસવાટીઓને પણ. મેં એક વાત નોંધી છે .ગુજરાતમાં આવનારને ગુજરાતી બનવું પડે છે .જયારે ગુજરાતી જ્યાં પણ જશે .એ ગુજરાતી જ રહેશે . આ વિષયમાં આખી મેમરી વપરાય જાય એટલું લખી શકાય એમ છે . અને એ ગુજરાતી પણાનો મને ગર્વ છે.

7) તમારી કઈ વાર્તાને મોટા પડદે જોવા માગો છો ?

મા ને તો પોતાના બધા બાળકો સરખા જ વ્હાલા હોય! છતાં દર્શકોનો  વિચાર કરું તો અત્યારે નોવેલ લખી રહ્યો છું. એ પરદા ઉપર જોવા ઈચ્છું. જે મારી વાસ્તવિકતાની ઘણી નજીક છે .
8) ધર્મ અને ગુરુની જીવનમાં અનિવાર્યતા તમારા મતે :

હું માનવી છું. માણસ તરીકે મારા કેટલાક કર્તવ્યો છે . જે હું સમજણ પૂર્વક પાળું તો એ મારો ધર્મ છે. જેમ કે કોઈ પણ ચોરી કર્યાં વિના ટેક્ષ ભરું, ટ્રાફિકના નિયમોનું પાલન કરું, સામેનો વ્યક્તિના માન-સન્માન જાળવું, ખોટું થતું હોય ત્યાં આંગળી ચીંધુ, સાચા માટે ઘર્ષણમાં ઉતરું, નિરાશ્રીતો પ્રત્યે કરુણા દાખવું, જોઈતી અને બનતી માનદ કરું એ ધર્મ છે. અને આ ધર્મ શીખવનાર એટલે ગુરુ. ઈશ્વર સર્વવ્યાપી છે. ટોયલેટ સીટ પર બેસીને પણ તમે એનું નામ લઇ શકો. આ વાત શીખવનાર ગુરુ જ કહેવાય. કર્મ ખોટું છે એ દર્શાવે એ શિક્ષક, કર્મ  બદલી શકે એ ગુરુ. સાદી ભાષામાં કહું તો. દાખલો ખોટો ગણાયો છે એ દર્શાવનાર શિક્ષક. પરંતુ મારા જવાબને અનુરૂપ રકમ બદલી નાખે એ ગુરુ. આમેન.

9) રાતે સુતા પહેલા ભગવાન સાથે કોઈ વાર્તાલાપ થાય ? અગર હા, તો જેમકે ?

વાર્તાલાપ થઇ શકે એ કક્ષાએ હું પહોંચ્યો નથી. હા, હું કહું એ બધું જ એ સાંભળે છે એ હું માનું છું. એટલે થોડીક પ્રાર્થના જેવું કરું. જેમ કે “હે પ્રભુ, આજે અત્યાર સુધીના મારા જીવન માટે થેન્ક્સ. મારી ભૂલોનો સ્વીકાર કરજે. તારી હયાતીનો હર ક્ષણ અનુભવ કરાવતો રહેજે. એક સેકન્ડ પુરતું પણ તારા માંથી વિશ્વાસ ન ડગે, જરૂરિયાતો માટે કરુણા જન્મે એવું કરજે. હું કશું જ નથી. તું માત્ર ને માત્ર તું જ છું અને રહીશ. હું મારું “હું” પણું ત્યાગી શકું એટલો હળવો બનાવજે પ્રભુ….. આમેન

10) પ્રતિલિપિ વિશે આપનો વિચાર :

નાઈસ કોન્સેપ્ટ , લેખન કાર્ય કરી શકનાર મિત્રો માટે આ એક સુંદર પ્લેટફોર્મ છે .ઘણા લેખકોની ઝાંખી જોઈ શકાઈ .ઘણા મિત્રોની આવશે .આટ આટલા લેખકોની કૃતિ એક સાથે એક જ મંચ પર પ્રાપ્ય બનશે .એ વિચાર ખુદમાં એક ગૌરવ લેવા જેવી વાત છે . હું, મારા વિચાર સાથે અહી છું . એ વાત માટે પ્રતિલિપિનો આભારી રહીશ .

 પાઠકોને એક સંદેશ :

પુસ્તકને મિત્ર ગણો .વાંચનને જિંદગી. જિંદગીની જેમ સતત કેવું છે એની ફિકર કર્યા વગર બસ માત્ર વાંચો. જિંદગી જીવાય છે. અનુભવોથી શીખાય છે. વાંચન થતું રહેશે. સારું ખરાબ આપો આપ સમજાતું જશે.

Published works on Pratilipi:

          

Advertisements

2 thoughts on “એક સુંદર મજાની વાતચીત શ્રી તન્વય શાહ સાથે / A short interview with Tanvay Shah

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s