એક પારદર્શક વ્યક્તિત્વ સાથે માણવા જેવી વાતચીત / A short interview with Nimisha Dalal

એક પારદર્શક વ્યક્તિત્વ સાથે માણવા જેવી વાતચીત / A short interview with Nimisha Dalal

નામ – અટક

Name :  નિમિષા દલાલ

જન્મતારીખ : ૧૧/૦૭/૧૯૬૫

Birth date :  11/07/1965

મૂળ વતન: જ્ન્મસ્થળ સુરત અભ્યાસ અમદાવાદ હાલ સુરત

Belong to  : Surat, studied in Ahmedabad

ડિગ્રી-ઉપાધિ : ફેશન ડિઝાઈનિંગનો ડિપ્લોમા અને કોમ્પ્યુટર તેમજ મેન્યુઅલ આર્ટ અને ક્રાફ્ટ

     Degree : Diploma in Fashion designing and computers , Manual art and Crafts.
   સ્વભાવ : સ્પષ્ટ અને સત્યવક્તા, દંભ અને ડોળથી કોસો  {જોજનો} દૂર, પોતાનાથી  નાના પાસે પણ ભૂલ સ્વીકારી શકનાર અને કંઈક નવું શીખવા મળે તો સંકોચ ન કરનાર.
   You think you are : Straight forward . I hate lies and showing off. I respect learning from more knowledgeable ones, irrespective of their age.

1. અત્યાર સુધીમાં કેટલી વાર્તાઓ લખી ચુક્યા છો ? તમારી સહુથી નજીક કઈ ? કોઈ ખાસ કારણ ?

અત્યાર સુધીમાં આશરે પચાસેક વાર્તાઓ લખી છે.. એમાં મારી નજીક જેવું તો નહીં પણ જે લખવામાં મેં ખૂબ કાળજી લીધી છે એ વાર્તા છે ‘દીદી… મારી દીદી….’ આ ઉપરાંત માતાને તો રૂપરૂપના અંબાર હોય કે કદરૂપા હોય પોતાના દરેક બાળક વહાલા જ હોય છે.. તેવું જ લેખકને તેની દરેક વાર્તા દિલની નજીક જ હોય..

Till date how many stories have you written ? Which one is your favorite ? Why ?

I have written total of 50 stories. All of them are my favorite. But ” Didi …mari…didi ”  title has taken my special attention.

2. વાર્તા લખો ત્યારે પ્રસંગોમાં કલ્પનાનું જોર પડે કે વાસ્તવિકતાનું ?

કેટલાક પ્રસંગો વાસ્તવિક હોય પણ શબ્દો કાલ્પનિક. જ્યારે મોટેભાગે નવા જ વિષયોને નવી વૈજ્ઞાનિક શોધોને વાર્તાના સ્વરૂપમાં ફેરવવું વધુ ગમે.

Your stories are more of fiction or realities ?

In most of them  story line reflects reality but I love to write on new subjects and sciece fiction more.

3. લખવાની આવડત આપમાં છે અને આપ સુંદર લખી જાણો  છો એ વાત ક્યારે આત્મસાત થઇ ?

લોકલ સમાચારપત્ર ‘ગુજરાતમિત્ર’માં વર્ષો પહેલાં એક કોલમ આવતી હતી ‘કહાનીમેં ટ્વિસ્ટ’ જેમાં વાર્તાનો આરંભ આપવામાં આવતો હતો અને તેનો અંત ટ્વિસ્ટ આપીને લખવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં મેં પાંચ વાર્તાના અંત લખીને મોકલ્યા હતા અને ત્રણ પસંદ થઈને છપાયા હતા.

When did you realise about your amazing writing skills ?

Many years back in a local News paper  called  ‘ Gujarat Mitra’ , they had this column of  ‘ Kahani main Twist ‘. In which  they start stories and ask to end the story to the readers. One which ends beautifully , they publish the same. Three of my stories were published there.

4. વાર્તાઓમાં આપને કોનું ( કયા લેખકનું ) સાહિત્ય સહુથી વધુ ગમે ?

આમતો મારું વાંચન એટલું વિશાળ નથી પણ હાલના લખતા લેખકોમાં મને રવીન્દ્ર પારેખનું લેખન વધુ ગમે છે.. એમની લેખન શૈલી ખૂબ જ પ્રિય છે. શક્ય છે કે એમના બધા જ વાર્તાસંગ્રહો એમણે મને ભેટ આપ્યા છે અને તે બધા જ મેં વાંચી કાઢ્યા છે તેમજ તે વાર્તાઓ વાંચતી વખતે ન સમજાતી વાતોને હું તરત જ એમને પૂછીને સમજી શકું છું તેથી એમની લેખન શૈલી ને સમજી શકી છું. ટૂંકીવાર્તાઓમાં તો બીજું કોઇ પસન્દ નથી. પણ જેમની એકાદ વાર્તા વાંચી તેમની બીજી વાર્તાઓ વાંચવાનું મન થાય એવી લેખિકાઓ છે જેમની વાર્તાઓનો અભ્યાસ કરવાની ઇચ્છા છે. હિમાંશીબહેન શેલત, કુન્દનિકાબહેન કાપડિયા, વર્ષાબહેન અડાલજા, બિન્દુબહેન ભટ્ટ અને નીલમબહેન દોશી.  આ ઉપરાંત હાસ્ય લેખનમાં તારક મહેતા અને હરનિશભાઈ જાનીનું લેખન પણ પસન્દ છે. હરનિશભાઈ જાનીના લેખનમાંથી હાસ્ય-કટાક્ષ ઉપરાંત અમેરિકા અને ભારતની ઘણી જાણકારી પણ પ્રાપ્ત થાય છે. સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માની વાર્તાઓ પણ સારી હોય છે પરંતુ તે અત્યંત અત્યંત લાગણી સભર હોય છે જે મારા મતે વાસ્તવિકતા થી દૂર છે કારણ કે જીવનના મારા અનુભવોએ મને લાગણીઓથી પર બનાવી દીધી છે.

Which author do you like to read most ?

I am not an avid reader but I like to read Ravindra Parekh. I like his style in fiction.  He has gifted me almost all of his  collections. I have read all of them. And while reading them I always try to learn new things from him. I like very few of the writers in short stories. Few of them are Hemanshiben Shelat , Kundanikaben Kapadia,Varshaben Adalja, Binduben Bhatt and Nilamben Doshi. In satire Tarak Mehta and Harnish Jani are my favorite. I like stories of  Bhagvati kumar Sharma too. But I can not handle too much of melodrama.

5. જીવનમાં આવતી સુખ દુઃખની ભરતી ઓટને નિષ્પક્ષ ન્યાય આપી શકો છો ?

બિલ્કુલ નહીં. સુખમાં કોઇ રીએક્શન નથી હોતું પણ નાના નાના દુઃખમાં પણ જલ્દી નિરાશ થઈ જાઉં છું.

Can you give justice to both the dark and light phases of life?

Not at all. I stay calm in comforts but I catch depressions  when life serves puzzles.

6. તમારા મતે પ્રાર્થના કામ કરે ? દુઃખમાં આપોઆપ બે હાથ જોડાઈ જાય છે એની પાછળનું કોઈ સવિશેષ કારણ ?

પ્રાર્થના કામ કરે છે કે નહીં તે તો નથી જાણતી અને દુઃખમાં બે હાથ જોડાઈ નથી જતા. દુઃખમાં ભગવાનથી વધુ દૂર થઈ જાઉ છું. બસ સુખ માં કે દુઃખમાં ભગવાન પર ભરોસો કાયમ રહે છે અને કર્મોમાં હંમેશા વિશ્વાસ રાખું છું.

Do you think prayer works ? Why ?

I do not know about prayers. And I loose him an inch whenever I go helpless. Because overall I trust him and I strongly believe in Karma.

7. આપને મનપસંદ એવી ઘરકામની પ્રવૃત્તિ ? કોઈ ખાસ કારણ ?

આ પ્રશ્નનો એકદમ પ્રમાણિકતાથી જવાબ આપું તો મને ઘરકામની કોઇ જ પ્રવૃત્તિ કરવી ગમતી નથી.

Your favorite household activity ? Any special reason ?

Honestly,  none.

8. સંગીતનો શોખ ખરો ? કોઈ ખાસ પ્રકાર ?

ઘણો જ. જીવનમાં સંગીત અને પુસ્તકોનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. મારું એક જ સપનું છે

{ એકાંત-સંગીત-પુસ્તકો } જૂના ફિલ્મી ક્લાસિકલ ગીતો, ગુજરાતી ગઝલો, જગજિત-ચિત્રા અને ચંદનદાસ.ની હિન્દી ગઝલો, મુકેશના સેડ સોંગ્સ, કિશોરકુમારના ફન સોંગ્સ. સંગીત કરતાં શબ્દોના આધારે ગીતો વધુ પસંદ કરું છું.

Do you like Music ? Any type in particular ?

A lot. Both books and music are close to my heart. Especially the trio of books, classical music and an empty room. I like Gujarati gazals. Some of  Jagjeet- Chitra and  Chandandas. I like Sad songs of Mukesh . and ever alive voice of Kishorda. My list contains more of lyrics than compositions

.

9.પ્રતિલિપિ એ ….નવોદિત લેખકોને દુનિયામાં ઓળખ બનાવવાની તક આપનાર માધ્યમ.

Pratilipi is… a stage that helps emerging writers in making their own identity in the world of literature.

વાચકોને એક સંદેશ :

મારા લેખન માટે ખોટા વખાણ ન કરતાં સાચો અભિપ્રાય આપશો. શું ગમ્યું અને શું ન ગમ્યું ? જેથી વિશાળ વાચક વર્ગ મેળવી શકું.

Message to readers:

I do not like flattery. I value your honest opinions about my stories. Because that helps me further improve myself for the larger audience.

પ્રતિલિપિને કોઈ સૂચન :

એક જ અને માત્ર એક જ.  લેખકો પાસે જોડણીનું ધ્યાન રાખવાની માગણી અને તમારી પોસ્ટમાં પણ શક્ય એટલી જોડણીની ભૂલો નિવારવા વિનંતિ. બાકી ખૂબ ઉમદા કાર્ય શરુ કર્યું છે પણ તેની મર્યાદા અને કાળજી અવશ્ય રાખવી.આપના આ પ્રશંસનીય કાર્યને બિરદાવતાં આપને અનેક શુભેચ્છાઓ. આપની આ પ્રતિલિપિની સાઈટ ‘દિન દુગુની રાત ચોગુની તરક્કી’ કરે એ જ પ્રભુપ્રાર્થના..

Any suggestion for Pratilipi :

Only that to ask writers to check mistakes before submitting the content. And Shally you too should take care of same in your writings. My best wishes for Pratilipi. Thank you for giving me this opportunity.

Published works on Pratilipi:

            

  

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s