ઈન્ટરવ્યુંમાં લેખકોને પૂછેલા 12 પ્રશ્નોના એવા જવાબો જે મારા ભ્રમને વીંધી ગયા

10મી ઓક્ટોબરે તમને સહુને દિવસની એક સરપ્રાઈઝ આપવાનું  નક્કી કર્યું હતું. ‘ ઓથર ઓફ ધી ડે ‘  સાથે રોજ એક લેખકનું અગનગોળા જેવા સવાલો  સાથે એન્કાઉનટર કરવાનું ચાલુ કર્યું. ભ્રમ હતો મારો કે સવાલો જ અગનગોળા જેવા હશે. ભૂલી ગઈ ‘તી હું કે આ વાતચીતનો  દોર તો કલમ ખેલૈયાઓ સાથેનો છે. જવાબો દર વખતે મારી અપેક્ષા કરતા સવાયા નીકળ્યાં. 23 લેખકોના ઈન્ટરવ્યું લીધા જેમાંથી  ગુજરાતી લેખકોના એ પ્રશ્નોના જવાબો જે ફૂલોના તીરથી મારા ભ્રમને વીંધી ગયા એ પ્રસ્તુત કરું છુ. તમારો પ્રતિભાવ જાણવાની આશા રાખું છુ.

પ્રશ્ન હતો માનનીય  નિમિષા દલાલને

1. તમારા મતે પ્રાર્થના કામ કરે ? દુઃખમાં આપોઆપ બે હાથ જોડાઈ જાય છે એની પાછળનું કોઈ સવિશેષ કારણ ?

પ્રાર્થના કામ કરે છે કે નહીં તે તો નથી જાણતી અને દુઃખમાં બે હાથ જોડાઈ નથી જતા. દુઃખમાં ભગવાનથી વધુ દૂર થઈ જાઉ છું. બસ સુખ માં કે દુઃખમાં ભગવાન પર ભરોસો કાયમ રહે છે અને કર્મોમાં હંમેશા વિશ્વાસ રાખું છું.

પ્રશ્ન હતો  માનનીય તન્વય શાહને  

2. ધર્મ અને ગુરુની જીવનમાં અનિવાર્યતા તમારા મતે :

હું માનવી છું. માણસ તરીકે મારા કેટલાક કર્તવ્યો છે . જે હું સમજણ પૂર્વક પાળું તો એ મારો ધર્મ છે. જેમ કે કોઈ પણ ચોરી કર્યાં વિના ટેક્ષ ભરું, ટ્રાફિકના નિયમોનું પાલન કરું, સામેનો વ્યક્તિના માન-સન્માન જાળવું, ખોટું થતું હોય ત્યાં આંગળી ચીંધુ, સાચા માટે ઘર્ષણમાં ઉતરું, નિરાશ્રીતો પ્રત્યે કરુણા દાખવું, જોઈતી અને બનતી માનદ કરું એ ધર્મ છે. અને આ ધર્મ શીખવનાર એટલે ગુરુ. ઈશ્વર સર્વવ્યાપી છે. ટોયલેટ સીટ પર બેસીને પણ તમે એનું નામ લઇ શકો. આ વાત શીખવનાર ગુરુ જ કહેવાય. કર્મ ખોટું છે એ દર્શાવે એ શિક્ષક, કર્મ  બદલી શકે એ ગુરુ. સાદી ભાષામાં કહું તો. દાખલો ખોટો ગણાયો છે એ દર્શાવનાર શિક્ષક. પરંતુ મારા જવાબને અનુરૂપ રકમ બદલી નાખે એ ગુરુ. આમેન.

પ્રશ્ન હતો  માનનીય બધીર અમદાવાદીને

3.  ગમતું  વ્યસન : ફૂટપટ્ટીથી પીઠ ખંજવાળવાની. આ કામ માટે માણસ રાખવાની ઘણી ઈચ્છા છે, પણ રાત પાળી માટે કોઈ મળતું નથી.

પ્રશ્ન હતો  માનનીય ભવ્ય રાવલને

4. નવ વિવાહીતોને એક સૂચન :

હું અપરણિત છું તેથી નવપરણિત વિશે વધુ કઈ ન કહેતા એટલુ જ કહીશ કે, લવ મેરીજ હોય કે અરેંજ મેરીજ હોય બંને નવદંપતીએ પોતાના પ્રથમ પ્રણયના પાત્રને ક્યારેય પતિ કે પત્નીમાં શોધવાના પ્રયત્ન ન કરવા. લવ અને લગ્નનું પાત્ર અલગ હોવાથી પ્રેમી કે પતિ અથવા પ્રેમિકા કે પત્નીના પાત્ર વચ્ચેની જે સાંબધિક રેખા અને ભેદો છે તેને સમજી નવજીવનની શરૂઆત કરવી અને લગ્નના સાતમા ફેરામાં આપેલું વચન યાદ રાખવું.

પ્રશ્ન હતો  માનનીય સાકેત દવેને

5. દીકરી એટલે શું ?  : મારી શ્વેત-શ્યામ હથેળીએ ખૂલી ગયેલું રંગોનું પડીકું…..

પ્રશ્ન હતો માનનીય ડૉ. હિતેશ મોઢા 

6. એવા એક ગુજરાતી પુસ્તકનું નામ આપો જેને આપ મોટા પડદે જોવા માંગો છો.  કારણ ? :  ”ફાંસલો” આ નવલકથાને મોટા પડદે જોવા માંગુ છું. કારણ, આના જેવી નવલકથાઓ ભારતિય સાહિત્યમાં બહુ જ ઓછી રચાય છે.

પ્રશ્ન હતો  માનનીય ભરત ત્રિવેદીને

7. ઈશ્વરમાં માનો છો? ક્યારે યાદ આવે?:  મધ્યમ વર્ગમાં જન્મ એટલે નાનપણથી જ ઉપરવાળા પર શ્રદ્ધા વિશેષ. સ્કૂલ /કૉલેજમાં આવતી પરીક્ષા અને સારી નોકરી મેળવવાની લાલચે મંદિર જવાનું અને સવારે ગાયત્રી જપ કરવાનું હજીપણછૂટયું નથી .

પ્રશ્ન હતો માનનીય  અધીર અમદાવાદીને

8. છેલ્લે ક્યારે રડેલા: ગઈકાલે. ડુંગળી કાપતાં.

પ્રશ્ન હતો માનનીય  સુરેશ જાનીને

9. બકાને એક સલાહ : તમારી અલી જોડે જે કરવું હોય તે કરજો. પણ અંતર રાખવાનું ભૂલતા નૈ.એને પણ એનું આગવું જગત છે.

પ્રશ્ન હતો  માનનીય કલ્પેશ કણસાગરાને

10. પ્રેમ એટલે શું?:  પ્રેમ એટલે જેમાં લેવા કરતા આપવાનું મન વધારે હોય.

પ્રશ્ન હતો  માનનીય જનક દેસાઈને 

11. જીવન પાસે શી અપેક્ષા છે? : જે મળ્યું તે પરત કરવા માટે બાકી જિંદગી પુરતો સમય આપે
પ્રશ્ન હતો માનનીય નીવારોઝીન રાજકુમારને

12. વાચકોને સંદેશ 

” ગઈકાલ અને આવતીકાલ…. આ બે કાલ  વચ્ચેની ક્ષણ એટલે જીવન… જીવી લેવાનું . જાતને ખુશ રાખવી એ આપણી પહેલી ફરજ હોવી જોઈએ…. આપણી ખુશી આપોઆપ આપણા વાતાવરણને ..સગાસ્નેહીઓને ખુશમિજાજ રાખશે . પોતાના માટે નવાનવા આયામો નક્કી કરવા અને એના સુધી પહોચવા પ્રયત્ન કરવો એ જ જીવનની સાર્થકતા. ટીકા અને કુથલીથી શક્ય એટલું દૂર અને સકારાત્મક વ્યક્તિઓની શક્ય એટલું પાસે રહેવું ..એ નાનકડી પણ મજબુત કોશિશ કરવી  .સારું કહેવામાં જરાય વાર ન કરવી… અને છુટા પડતા સ્નેહીઓને સ્મિતથી વિદાય કરવા…. શક્ય છે કે એ છેલ્લું મિલન હોય….  ”

Advertisements

2 thoughts on “ઈન્ટરવ્યુંમાં લેખકોને પૂછેલા 12 પ્રશ્નોના એવા જવાબો જે મારા ભ્રમને વીંધી ગયા

  1. બ્લોગ ઉપર અનુક્રમણીકા રાખવાનું બાકી છે. પોસ્ટ કે કોમેન્ટ લખતાં દરેકની તારીખ અને સમય એટલે કે ભારતીય સમય બધામાં દેખાતો નથી. અનુક્રમણીકા પ્રમાણે જે કોમેન્ટ મુકે એ વીગતો પણ દેખાવી જોઈએ. ઘટતું કરવા વીનંત્તી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s