આજના અતિથિ શ્રી લક્ષ્મી ડોબરિયા / A short interview with Laxmi Dobariya

‪#‎author‬ of the day

નામ – અટક : લક્ષ્મી ડોબરિયા

જન્મતારીખ : ૮- ૧૨- ૧૯૬૨

મૂળ વતન  : અંજાર – કચ્છ

ડિગ્રી-ઉપાધિ :   H S C

સ્વભાવ: લાગણીશીલ, મિલનસાર.

1. મનપસંદ વાનગી : ટમેટાનું શાક, દહીંવડા.

2. રાતે સુતા પહેલા ભગવાન સાથે કોઈ વાર્તાલાપ થાય ? અગર હા, તો જેમકે ?

સુતા પહેલા ભગવાન સાથે અચૂક સંવાદ થાય. એમાં આજના દિવસના અનુભવો, પાઠ અને આખા દિવસના સાર અંગે અને આવનારી કાલના અજવાળાં અંગે ખુલ્લા અને હળવા હ્રદયથી વાત થાય.

3. આપની લેખન સફરનો એક કડવો અનુભવ :

સર્જનયાત્રામાં આવા કોઈ કડવા અનુભવ હજુ સુધી તો નથી થયા.

4. તમારા મતે લેખન કરવાથી મન અને શરીરને કઈ રીતે ફાયદો થાય ?

લેખન મારા માટે ધ્યાન, પૂજા આરતીના પર્યાય સમું છે. એટલે સાવ સહજ રીતે હું એમાં મારા મનને સ્થિર કરી શકું છું. મનના વલોપાતને શબ્દોમાં ઢાળીને એને ખાળી શકું છું, એના કારણે જે સંતોષ અને હળવાશ મળે છે એની અસર મારી આંતરિક અને બાહ્ય સ્વસ્થતા પર પડે છે. હકારાત્મક લેખન શૈલીના કારણે દરેક બાબતને જુદી નજરે જોવાનું વલણ કેળવાયું છે જે મારી સ્વસ્થતાના મૂળમાં છે. આમ, લેખનથી મન અને શરીરને ફાયદો થાય છે.

5. દીકરીની આકાંક્ષાઓ  અને મહત્વાકાંક્ષાઓ. બે માંથી કોને સાથ આપશો  ?

સમય અને સંજોગોની માંગ અનુસાર દીકરીની આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓને પ્રાથમિકતા આપું છું. દીકરીને પણ એ અંગે સભાન અને સજાગ રાખું છું કે આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓના લાભાલાભ નું ગણિત માંડીને એને હકીકતમાં સાકાર કરવાના પ્રયાસ યોગ્ય રીતે કરે.

6. તમારા મતે બાળકના શરૂઆતી વિકાસમાં વાંચન શું ભાગ ભજવે ? બાળકને વાંચન માટે ટ્રેઈન કેવી રીતે કરી શકાય ?

બાળકના વિકાસમાં વાંચન એ હવા, પાણી અને અન્ન જેટલો જ ભાગ ભજવે છે. બાળકને વાંચનનો મહિમા સમજાવવા એને વારતાઓ સાંભળવાનો અને કહેવાનો મહાવરો પાડવો જોઈએ. એના રસ અને રુચી મુજબના પુસ્તકો એને સાથે રાખીને ખરીદવાથી અને એ પુસ્તકના સાર અંગે એની સાથે એ સમજે એ રીતે સંવાદ કરવાથી એને વાંચન તરફ સરળતાથી વાળી શકાય જાય છે. શિષ્ટ વાંચનથી બાળકના વ્યક્તિત્વમાં કેવો નિખાર આવે છે એ દાખલા-દલિલોથી એને જણાવીએ તો એ વાંચનને ગમતી પ્રવૃતિ તરીકે અગ્રસ્થાને મૂકી શકશે.

7. માનસિક શિસ્ત તંદુરસ્તી માટે કેટલી અનિવાર્ય છે ?

માનસિક શિસ્ત તંદુરસ્તીની પાયાની જરુરિયાત છે. જેમ એક વૃક્ષના વિસ્તાર માટે અને એ ફળતું-ફૂલતું રહે એ માટે એના મૂળને ઊંડા ગાળવા માટે એને પોષતા રહેવું પડે એ જ રીતે માનસિક શિસ્તના કારણે આપણે બાહ્ય રીતે પણ શિસ્તબધ્ધ થવાય છે ને સમય સાથે તાલ મિલાવી શકાય છે. આમ, માનસિક શિસ્ત તંદુરસ્તી માટે અનિવાર્ય છે.

8. શાસ્ત્રોમાં સ્ત્રીને છીછરું પાત્ર કહ્યું છે. સ્ત્રીઓમાં અતિશય લાગણી અને સ્થિરતાનો અભાવ હોય છે — આ વિશે તમારું શું માનવું છે ?

સ્ત્રીઓ અંગેનું આ શાસ્ત્રોક્ત તથ્ય આજની સ્ત્રીઓ માટે જરાયે બંધબેસતું નથી.  આજની સ્ત્રી પગભર અને સ્થિર થઈ શકી છે. એ પોતાની આગવી બૌધ્ધિકતાથી દરેક બાબતને મૂલવી શકે છે ને પોતાનો સ્વતંત્ર મત ધરાવે છે. સ્વભાવે એ લાગણીશીલ છે પણ એ એની લાગણીઓને ખાળી શકે છે અને સમયાનુસાર એના વહેણને વાળી પણ શકે છે.

9. વિકટ પરિસ્થિતિમાં મક્કમ મનોબળ કેળવવા  માટેનો  સહુથી તંદુરસ્ત ઉપાય તમારા મતે કયો ?

વિકટ પરિસ્થિતિમાં મક્કમ મનોબળ કેળવવાનો સહુથી તંદુરસ્ત ઉપાય સ્વયંને તટસ્થતાથી મૂલવવાનો છે. કોઈ પણ ક્રિયાની પ્રતિક્રિયા રુપે લીધેલા નિર્ણયોના બધા પાસાને ચકાસીએ તો આપણાં ગમા-અણગમા અંગે સભાન થઈ શકીએ અને ભૂલોમાંથી પાઠ ભણીએ તો બાદ થઈને વધવાનું વલણ કેળવી શકીએ. આ રીતે વળાંકો અને ઢોળાવો વખતે મનને સ્થિર કરીને મક્કમ મનોબળ દ્રઢ થતું જાય.

10. હાલના સમાજનો એક એવો મુદ્દો/મત -મતાંતર  જે બિલકુલ પસંદ નથી. કારણ ?

આજે પણ સમાજમાં દીકરીના આગમનને ઉમળકાભેર નથી વધાવાતું એ વાત મને ખૂબ ખટકે છે. મારા આ ખટકાને ખાળવા અને સમાજમાં એક દાખલો પૂરો પાડવા એક સંતાન તરીકે માત્ર દીકરી જ હોય એવું ઈચ્છ્યું હતું ને મારી એ ઈચ્છાને ઈશ્વરના આશીર્વાદ મળ્યા, જેના કારણે આજે હું એક તેજસ્વી પુત્રીની માં હોવાનો ગર્વ લઈ શકું છું.

પ્રતિલિપિ વિશે આપનો વિચાર :

પ્રતિલિપિ મારા માટે જુદા જુદા સાહિત્યપ્રકારની કૃતિઓને એક જ મંચ પર પૂરી પાડે છે એટલે એ મારા માટે ઘર બેઠા ગંગા ની ગરજ સારે છે.

      પાઠકોને એક સંદેશ :

ઉપરના જવાબોમાં આમ તો મારો સંદેશ આવી જ જાય છે પણ એક પંક્તિમાં કહું તો…

“ એક જણની સામે સાચા થઈ જુઓ,

ને, અરીસા તોડી હળવા થઈ જુઓ “

Published works on Pratilipi :

            

  

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s