લેખકોની ગ્રહદશા

જન્મ વખતે પૃથ્વીને છોડીને બાકીના સહુ જે દશામાં હતા તે પરથી ખાલી આપણા નામ નહિ પણ આગળ વધતા ડીગ્રી , વિદેશગમન , નોકરી , લગ્નોની સંખ્યા, બાળકોની સંખ્યા , બાળકોના બાળકોની સંખ્યા ને બીજું ઘણું નક્કી થઇ જાય છે— એવું શાસ્ત્રોનું કહેવું છે.

હું અને મારી  માન્યતાઓ  ગ્રહોને લઈને શું છે તેથી દુનિયાને કઈ વિશેષ ફરક પડવાનો નથી. પણ પ્રાચીનકાળથી ચાલી આવતી આ દશા- વિદ્યાનું કરવું કે મને કુંભ રાશિ મળી અને એક સુંદર મજાનું નામ મળ્યું. રાહુ , કેતુ , શનિ અને આપના સહુ ભાઈબંધુઓની આભારી છુ કે ગુગલ જેવું મોખરાનું સર્ચ એન્જીન પણ ખાલી એક જ સહ્રદયીને શોધી બતાવે  છે.

વિષયની હિંટ તો આપી જ દીધી છે હવે જરાક વાત પણ જણાવી દઉં. આ ગ્રહો દાવો કરે છે કે તમારી સાહિત્યને લઈને જે કળા છે એ પણ તેઓ નિશ્ચિત કરે  છે ! લો જાણો આ ગ્રહો તમારી લેખન શૈલી અને પ્રકૃતિ પર શો દાવો કરે છે.

એક મિનીટ ….  તારીખ પ્રમાણે એટલે કે  સનસાઇન મુજબ  ” ના ” ગોઠવાઈ જતા , શાસ્ત્રોક્ત હોવાથી હિંદુ જન્મ રાશિ ( મુનસાઈન)  જ પકડશો. મારા જેવા તો ભલેને ન માનતા હોય તોય  બેઉ માં પગ ભેરવી જુએ જેમાં સારું લખ્યું હોય  તે પ્રમાણે આખા દિવસની ઘટનાઓને પરાણે ગોઠવીને ખુશ થાય..

વાંચીને મને જણાવજો તમને ગ્રહોએ આપેલ  ઉપાધિ શું છે.

1. કુંભ : આળસુના પીર

ઓફિસની ખુરશી હોય  કે પછી વેસ્ટર્ન ટોઇલેટના મોઢા તમે લોકો  ઢળતી પોઝીશનમાં જ બેઠેલા હોવ છો . પાર્ટનર તરીકે તમે ખૂંખાર વફાદાર જાનવર જેવા છો.  લખવા બેસો ત્યારે લાગણીના આભ ફાટે છે.  તમે  એક વિષય પર ભાગ્યેજ રોકાઓ છો. તમારી લાગણીઓ વોટર કલરના કંપાસની જેમ 12 રંગોમાં શોભા દે છે.

2. મીન :  ઉજ્જડ ગામમાં એરણીયો પ્રધાન.
આખા ટોળામાં તમે એકલા જ છો જે તલવાર અને ધમકી વગર વાતો કરી શકો છો. ઘાટા અને બરાડામાં એક નમ્ર અવાજ અસર કરી જાય એવું છે આપનું લખાણ. પણ જો ભૂલે ચૂકે દલીલમાં ખોટા પક્ષે લખી નાખ્યું તો પથારી ફેરવાતા વાર નહિ લાગે.

 3. મેષ : તપેલીને નાળચે આવીને ઉભેલો ઉભરો  
દરેક ડિસ્કશનમાં સહુથી વધારે લાઈક તમે લઇ જાઓ છો ( મોસ્ટલી બરાડીને ). ફૈજલ ( ગેન્ગ્સ ઓફ વાસ્સેયપુર વાળો) ની જેમ પાંચ બારૂદ વાળી પિસ્તોલમાં છઠ્ઠી ભરીને જ બજારમાં આવો છો. બંગાળીઓના લગ્ન જમણમાં જેમ ડીશ ભરાય  તેમ ઉપરા છાપરી મારો વરસાવો છો દલીલોનો. ખમૈયા કરો પ્રભુ.

 4. વૃષભ : રડારોળ કરીને ચોકલેટ લઇ જતું બાળક 
દુકાનોમાં એમની મમ્મીઓ જોડે આવતા પેલા અલ્લડ જીદ્દી બાળકો છો તમે.  પરાણે લોકોના લાઈક લઇ જાઓ છો. જો કે એક જાણવા જેવી વાત એ છે કે તમે એટલા કન્ફયુઝ રહો છો કે તમારી અજાણતા કંડારેલી કલ્પનાઓ પણ અનુભવીઓને ઘેરો આઘાત આપી જાય છે. આમનાથી ચેતતા રહેવું.

5.મિથુન : વાતોના વડા
તમારી સાથે વાત શરુ કરનાર કેટ કેટલા પ્રયત્નો કરે પણ તમને આવજો કે ttyl  ના બોલાવી શકે. પાછા ડબલ ઢોલકી પણ ખરા તમે. એટલે રાજનીતિમાં તમારે ભવિષ્ય અજમાવવું જોઈએ. ખૂબ પ્રગતિને પામશો. તંદુરી રોટી અને બ્લુ કલર પર કરોડો ખર્ચી નાખો છો તમે.

6. કર્ક : રોતલ 
બધી જ વાતોમાં રડવાનું. જિંદગીના ચોપાનીયા વિતતા જાય પણ તમારા  આંસુડા ના થમે. પછી શાહરૂખ પિકચરમાં હોય કે ના હોય રડવું તો પડે જ. પાછા રણમાં આઈસ્ક્રીમ જેવા લાગણીશીલ પણ અને આઈસ બકેટ ચેલેન્જ લેનારા ખરા ખેલૈયાઓ પણ તમે જ. ગજબની ઉંચાઈ !!

7. સિંહ : સિંહ ખરા પણ ચલણી નોટમાંના 
જન્મ્યા તેમાય પરોપકાર કર્યો તમે તો ભૈસાબ . કોઈ પ્રેમ કરે કે નફરત પણ કોઈની હિંમત તમને નકારી શકે !!!

 8. કન્યા : દેશી વાર્તાકાર 
કેટલા ગપ્પા કેટલા ગપ્પા કેટલા…….ખેર ફિક્શન તો બસ તમારા. ફેસબુક પર જેટલી એપ છે જેમાં મરણ દિવસ / તારીખ / કારણ થી લઈને ગયા જનમમાં શું હતા અને શું બનશો આવતા જનમમાં — એ બધું જ તમે લોકો બનાવો છો. ગેમ ઓફ થ્રોન્સમાં ટ્રાઈ મારવા જેવી ખરી તમારે   …..

9. તુલા : તોળાયેલા ગાંઠિયા (મરચા સાથે )
તમે ભલે લાગો બોરિંગ પણ છો નહિ. મધપુડે લટકતું મધ કેવું સરસ ચમકે તાપમાં તેવા છો આપ. અને ભલે પોતાની કાળજી લો કે ના લો પણ દોસ્તારની કાળજી રાખવામાં કોઈ કચાશ નથી રાખતા. તોળાયેલા ગાંઠિયા કેવા હોય — ચણાના લોટની ગરમ ખુશ્બુમાં મહેકતા , લીલા તળેલાં મરચા સાથે જોરદાર વટ પાડતા બસ એવા છો આપ.

 10. વૃશ્ચિક : જાસૂસ ‘ શર્લોક  પટેલ ‘
દયા ને તો ક્યાય પછાડી જાણો તમે. બાકી બરફ્ જેવું  કુલ વ્યક્તિત્વ. તમે જ્યાં જાવ ત્યાં ટાઇડની એડ જેવો સફેદીનો ચમકાર લાવી દો છો. પોતાની ભલે ચાની લારી હોય તોય વાતો કરે ઝકરિયાના ઠોકાયેલા ધંધાની. બાકી આપણા મેષ વાળા મિત્રોને ચાંદલો આપ જ કરી શકો.

11. ધનુ : જલપરી કે જળઘોડો 
એક સેકન્ડમાં રંગ બદલતો કાચિંડો તમને જોઇને શરમાય જાય. ખેર તમે  પ્રશાંત ફિલોસોફીની વાતો પણ મસ્ત કરી જાણો અને પેલા ફાળ ભરતા હરણો  જેવી ચંચળ વિચારધારા પણ ધરાવો છો. તમારી માટે જિંદગી કૂદતા  કાંગારૂઓ જેવી છે.

12. મકર : ક્લોઝ – અપ અંતાક્ષરી વાળા અનુ કપૂર પોતે 
ખૂબ કામગરા અને મહેનતુ છો તમે. આયોજક પણ એવા જ સચોટ. દર્શન આપવા લેવાનો બહુ મોહ નહિ પણ દરેક ક્રિયાની છણાવટ કીડી પેઠે કરો. ધીમી પણ  સાચી અને પાકી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s