આજની વાતો ભીંતની ખાંચમાંથી ઉગી નીકળેલી એક સોનેરી કૂપળ સાથે /A short interview with the youngest author of Pratilipi

નામ – અટક : ચૈતાલી જોગી
Name : Chaitali Jogi

જન્મતારીખ :૧૬ -૪-૧૯૯૬
Birth date : 16-4-1996

મૂળ વતન : ચિત્તલ (તા.જી-અમરેલી ,ગુજરાત,ભારત)
Belong to : Chittal (County-Dist- Amreli,Gujarat,India)

ડિગ્રી-ઉપાધિ: બી.સી.એમાં અભ્યાસ ચાલુ.
Degree : BCA  (S.Y.)

1. સ્વભાવ : નિખાલસ અને સરળ

2.  લખવાનું ક્યારે ચાલુ કર્યું ? કોઈનું ખાસ પ્રોત્સાહન ?

લખવાનું જયારે હું બારમાં ધોરણમાં હતી ત્યારે કરેલું. કોઈનું  પ્રોત્સાહન લગભગ તો નતુંજ.મારા પરિવારમાં તેમજ સગાં-સંબંધીઓમાં કોઈજ આ ફિલ્ડમાં છે નહિ .અને શરુઆત એક અછાંદસથી કરેલી..

3. મનપસંદ ટીવી પ્રોગ્રામ :

હું ટીવી જોવાનું બને ત્યાં સુધી ટાળી જ દઉં છું અને જો જોવાનું થાય તો જુના ફિલ્મોના ગીતો સાંભળી અને જોઈ લઉં છું.ક્યારેક ડિસ્કવરી પણ ખરું.

4. પ્રિય મિત્રની એક ખાસિયત જે તને  બહુ ગમે ?

મારે ચાર બેસ્ટ ફ્રેંડ્સ છે અને એ ચાર ની મને સૌથી વધુ ગમતી બાબત એ કે એલોકો મારા બેસ્ટી છે.

5.લખવામાં એવો કોઈ ખાસ વિષય જેના પર લખવું ખૂબ ગમે ?

હા. મારો અનુભવ.

6. વાંચનમાં કોનું સાહિત્ય સહુથી વધુ ગમે ?

આંગળીના ટેરવે ગણી શકાય એટલા સાહિત્યકારોને વાંચ્યા છે.એમાથી સૌથી વધારે ગમેલી નવલકથા – મનુભાઇ પંચોળી ની “ઝેર તો પીધા છે જાણી જાણી”. મારો મનગમતો સાહિત્ય પ્રકાર ગઝલ એમાં જો કહેવાનુ થાય તો મરીઝ,રમેશ પારેખ,ગુલઝાર,આદિલ મન્સુરી અમે હાલના સમયમા જેઓ મારા પરિચયમાં છે એવા લોકોમાં સંજુસર વાળા, સ્નેહીસ પરમાર, હર્ષદસર ચંદારાણા, હરજીવન સર દાફડા અને બહુ બધા. અને એક ખાસ વાત કે એક પણ સાહિત્યકાર ને પૂરેપૂરા નથી વાંચી શકી બસ એમની એકાદી-બે બૂક વાંચી હશે…યા તો અમુક કૃતિઓ.

7. ગુજરાતી સિવાયની ભાષાના સાહિત્યમાં રસ ખરો ?

હા.  હિન્દી, અંગ્રેજીમાં વાંચવાનું ગમે છે.

8.  કોઈ મહત્વાકાંક્ષા ?

મને ગમતા લોકોને મન ભરીને માણવા છે, સાંભળવા છે, સમજવા છે.

9. સાહિત્ય સિવાય અન્ય શોખ ?

ડ્રોઈંગ, રંગોળી, ફોટોગ્રાફી (આ ત્રણમાંથી એક પણ પુરેપુરુ આવડતુ નથી), નવા નવા લોકોને મળવાનું, અને ફેમીલી સાથે ફરવાનું.

10. જયારે તું પ્રખ્યાત હસ્તિ બની જઈશ ત્યારે એવી એક વસ્તુ જે કરવાની તને ઈચ્છા હોય ?

મમ્મી-પપ્પા..અને મારા ક્લોઝવન્સ સાથે ફરવાનુ, ટાઇમ સ્પેન્ડ કરવાનું.

11. કારકીર્દીમાં કોઈ ખાસ ક્ષેત્ર જે મનમાં હોય ?

મારા નજીકના લોકો હંમેશ મારી આટલાજ નજીક રહે….એ મારી સૌથી મોટી સફળતા….

પ્રતિલિપિ એ….. મારા માટે ૨૦૧૪ ની દીવાળી પર મળેલી અત્યાર સુધીની અમુલ્ય ગીફ્ટ……. થેન્ક્યુ સો મચ સહ્રદયી દી…અને ટીમ

Published Works on Pratilipi :

                  

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s