વાર્તા વાંચ્યા પછીની દસ મિનીટ ભારે પડી – આજની વાત

સવારથી રાબેતા મુજબ લયબદ્ધ થયેલી કેટલીક ક્રિયાઓની મારા પર રહી ગયેલી અસર: 

– સવારે ઘરેથી નીકળતા ગલીના ચાર કુતરાઓએ સ્વભાવ મુજબ આપેલો ક્ષણીકનો ડર.

– ચા વાળા કાકાએ આપેલું ઘરડું અને નિસ્વાર્થ હાસ્ય 

– પાંચ મિનિટ થઇ ગઈ હતી પણ હજી નક્કી નહોતી કરી શકી કે રસ્તો ઓળંગવો કે નહિ.  ભર બજારમાં સ્વ-રક્ષાએ ઉપજાવેલી અસહ્ય મૂંઝવણ

– ખાંચા પરની દુકાનમાં કાચમાંથી દેખાતા રાઉન્ડ રોલર પર સજાવેલા સુંદર ઇઅરિન્ગ્સ. નવી ડીઝાઇનનું આંખોએ દુરથી કરેલું અવલોકન અને ખરીદવાના કોઈ  આશય વગર એને જોઇને મળેલી ખુશી 

– ઓફિસની બિલકુલ સામે શ્યામવર્ણી મીસીસ ઐયરનો શ્યામવર્ણી  દીકરો ( સાત મહિનાનો ) એમના હાથ પર બેસીને ચાંદીની વાટકીમાંથી  ખવડાવવામાં આવી રહેલા કર્ડ રાઈસ જમી રહ્યો હતો.મને આવતી જોઇને  રાબેતા મુજબ ઢળતી પાંપણ અને દાંત વગરની એણે આપેલી સ્માઇલથી થયેલું પળભર માટે ખુશ ખુશ મન.

– ડેસ્ક પર ગોઠવાઈને ટાસ્ક શીટ ભરતા ભરતા રફીનું ગીત ચાલ્યું. જાણે બપોરની લૂમાં લીમડાની ઠંડક પળભર માટે મળી.

– કામનો દોર ચાલુ થયો પૂરપાટ.

– છેલ્લે  દસ મિનીટના આરામ પહેલા ધીરેન્દ્ર અસ્થાનાની વાર્તાનું કામ પતાવ્યું અને અનાયાસે વાર્તા વાંચી પણ લીધી.

 કુતુહલવશ,  હું કમર સુધીના પાણીમાં અડધા ડૂબી ગયેલા લાકડાના કોઈ દરવાજાને ખોલવામાં મશગુલ છુ. સાંજના અંધારા,  વરસાદના અંધારાને ખાઈ ગયા છે. પાણી પણ કાળું છે સાવ . ભરપૂર વરસાદમાં માંડ આંખો ખુલતી ‘તી પણ  કોઈ આજુબાજુ દેખાતું નથી. અને હું ક્યાંક પહોચવાની ઉતાવળમાં છું. મારી સાઈડ-બેગ ઝગારા મારતા ઇઅરિન્ગ્સથી ભરેલી છે. થાપા સુધીના કાળા પાણીમાં મારી પાસે ચાંદીની વાટકી તરતી તરતી આવી.  મુશળધાર વરસાદમાં કોઈનો ફોન નંબર યાદ કરવાનો ભયંકર પ્રયત્ન કરી રહી છું. સામે બે ફૂટ ઊંચા ઓટલા પર કૂતરું પણ કોઈની મદદ માટે કજિયા પર કજિયા કરી રહ્યું છે…

” અચ્યુતમ કેશવં ક્રિષ્ણ દમોદરમ …રામ ….. ”   હાશ અલાર્મ વાગ્યો. ડીસમીસ કર્યો અને જોયું તો હું સાવ કોરી, સ્વસ્થ મારી ડેસ્ક પર સુરક્ષિત છુ.

 દસ મિનિટની બંધ આંખોની કલ્પનાનું વિશ્વ આટલું ભયંકર હોઈ શકે.  ખેર, ચા પીને મારી સાઈડ-બેગ તો ચેક કરી જ લીધી  કદાચ એકાદ ઇઅરિન્ગ રહી ગયું હોય !!

આ હતી એ વાર્તા :

Advertisements

One thought on “વાર્તા વાંચ્યા પછીની દસ મિનીટ ભારે પડી – આજની વાત

  1. કૃષ્ણકથામાં સાંભળ્યું હતુ તેમ – બલરામજીએ એક ડુબકી યમુનામાં લગાવીને આખા જીવનચક્રની અનુભુતિ કરી હતી – તે યાદ આવી ગયું. પણ મગજમાં વિચારોની ઝડપ પ્રકાશની ઝડપને પણ અતિક્રમી જતી હોવી જોઈએ, આથી સમયનું પરિમાણ અલ્પ થઈ જતું હશે અને દિવસ દરમ્યાનના વિચારો, અનુભવોને સાંકળી નવી અનુભુતિ થતી હશે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s