એક નાનકડી વાતચીત એક સ્પષ્ટ વ્યક્તિત્વ જોડે / A short interview with (Beauty with Brains ) Dr. Gora N Trivedi

નામ – અટક : ગોરા નવીનચંદ્ર ત્રિવેદી

Name : Gora Navinchandra Trivedi

જન્મતારીખ : ૨૩ એપ્રીલ ૧૯૭૯

Birth date : 23 April, 1979

મૂળ વતન :  રાજકોટ

Belong to : Rajkot

ડિગ્રી-ઉપાધિ : પી.એચ.ડી – કાયદો – માનવ અધિકારો

Degree : Ph.D in Law , Human Rights

સ્વભાવ : સત્યપ્રિય, સ્પષ્ટ વિચારો

 You think you are : a straightforward person.I like honesty and I expect same in return

1. ગુજરાતી હોવાનો એક એવો ગર્વ : લાગણીશીલ – નિસ્વાર્થ પ્રજાજનો

That one thing you are proud of being Gujarati : passionate and Selfless people

2. રાતે સુતા પહેલા ભગવાન સાથે કોઈ વાર્તાલાપ થાય ? અગર હા, તો જેમકે ? : હું ‘ આત્મા સો પરમાત્મા’ માનું છું, રાત્રે સુતા પેહલા આખા દિવસ વિષે મારી જાત સાથે જ વાતો કરું છું.

Do you talk to god before you go to sleep ? If yes, what is that you talk in night prayers ? : I believe in ” Atma so Parmatma ” ( individual soul  is Parmatma ).  In bed, I normally convers with myself about the day passed.

3. બેકાબુ કહી શકાય એવો એક શોખ: વાંચન

Hobby that you can’t resist :  Reading

4. અતિપ્રિય વ્યક્તિ : દાદીમાં

Beloved person : Granny

5. પ્રિય ભોજન : ગુજરાતી થાળી

Favorite  cuisine  : Gujarati Dish

6. વારંવાર બોલાઈ જતું એક વાક્ય :  સ્યોર, સરટરન, ડન !

That sentence/words you speak a lot : Sure, Certain , Done !

7. આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ. બે માંથી કોને સાથ આપશો  ? : આકાંક્ષા એટલે એક સફળ મેન્ટર બનવું, મહત્વકાંક્ષા એટલે સર્વશ્રેષ્ઠ મેન્ટર બનવું. આકાંક્ષા સંતોષ આપે છે એટલે એને જ મહત્વ આપું.

What comes first : desire or ambition ? : In my case, desire is a successful mentoring and ambition is to become best in that. Desire always gives me motivation to do better and so it comes first.

8. તમારા મતે બાળકના શરૂઆતી વિકાસમાં વાંચન શું ભાગ ભજવે ? બાળકને વાંચન માટે ટ્રેઈન કેવી રીતે કરી શકાય ? : હું દ્રઢપણે માનું છું કે બાળકના શરૂઆતી વિકાસ મા વાંચન ખુબ જ મહત્વ નો ભાગ ભજવે છે. વાંચન થી બાળકનું વિશ્વ મોટું બને છે. બાળક ની સાથે બેસી એણે જે વાંચ્યું હોય તેની ચર્ચા કરી તે વિષે તેના વિચારો સાંભળીને તેને વાંચન માટે પ્રોત્સાહીત કરી શકાય.

According to you , why is reading important at an early age ? How to train a child to read? : I strongly believe that reading is not just important but it is necessary for an early age development. Reading opens a whole new world to children. Listening to children while they are reading and discussing with them about what they read is the best way to cultivate a reading habit in child.

9. માનસિક શિસ્ત તંદુરસ્તી માટે કેટલી અનિવાર્ય છે ? : ‘મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર’ માનસિક શિસ્ત તંદુરસ્તી માટે ખોરાક-પાણી જેટલી જ જરૂરી છે.

How much important is mental discipline for a healthy life ? : ” Man ke jiten jeet hain, man ke hare haar” . It is as necessary as food and water to the body.

10. પ્રતિલિપિ વિશે આપનો વિચાર : ગુજરાતી વાંચકો માટે સારી લાયબ્રેરી નો પર્યાય એટલે ‘પ્રતિલિપિ’

Pratilipi is…a synonym to a good library for vernacular  language readers.

 પાઠકોને એક સંદેશ : વાંચન માટે ફાળવેલો સમય આપણી અહી ની યાત્રાની આપણી જાત ને આપેલી સૌથી કીમતી ભેટ છે.

Message to readers : To take out time for reading is the best gift to your eternal self.

Published works on Pratilipi :

    

One thought on “એક નાનકડી વાતચીત એક સ્પષ્ટ વ્યક્તિત્વ જોડે / A short interview with (Beauty with Brains ) Dr. Gora N Trivedi

  1. એકદમ સ્પષ્ટ વક્તા, અને ઝીન્દાદીલ ઇન્સાન છે, ગોરા….સૌની મદદ કરવાની એમને પહેલે થી જ ટેવ અને સંસ્કાર રહ્યા છે. સાથે ગુજરાતી હોવાનું ગૌરવ, અને પોતાનું ભણતર, સમાજને કઈ રીતે મદદરૂપ થઇ શકે, તે પ્રયત્ન સતત તેમના તરફથી થયા જ રાખે છે. સરસ વ્યક્તિત્વ….સરસ ઇન્સાન….એક આમ ગુજરાતી….

    Like

Leave a comment