સરળતાએ શણગાર લીધો : વિપુલ માંગરોલીયા / A short interview with Vipul Mnagroliya

નામ – અટક : વિપુલ ગોવિંદભાઈ માંગરોલીયા

જન્મતારીખ : ૨૬ એપ્રિલ ૧૯૭૪

મૂળ વતન : ચિતલ (જી.અમરેલી)

ડિગ્રી-ઉપાધિ  : B.Sc.Micro, C.M.L.T.

1. સ્વભાવ : હંમેશા હસતું રહેવું ગમે અને કોઈ પણ વાત ને ગંભીરતા થી લેવી ના ગમે.

2. બેકાબૂ કહી શકાય એવો એક શોખ  …. ગઝલ લખવાનો, ગીતો ગાવાનો અને ફરવાનો

3. જીવનનો એક એવો અનુભવ જે ક્યારેય નહિ ભૂલી શકાય : પ્રેમ

4. નાની ઉંમરે બુદ્ધિ પ્રખર વ્યક્તિત્વને સાપેક્ષ થાઓ  ત્યારે આપના વિચારો શું હોય છે? :  બસ એ જ કે એ વ્યક્તિ ની સામે આજે ઉભો છું પણ ભવિષ્યમાં સાથે ઉભો રહેવા માંગુ છું.

5. જો પાછલી જિંદગીમાં થઇ ગયેલી એક ભૂલને સુધારવાનો મોકો મળે તો કઈ ભૂલ સુધારશો : એવી ભૂલો કરી જ નથી પરંતુ જો કૈક કરવાનું જ હોય તો મારી વાણીથી જો કોઈને નુકશાન પહોંચ્યું હોય તો એની માફી માંગીશ

6. સ્વચ્છતા અભિયાનથી ખરેખર કઈ ફરક પડ્યો કે પડશે ? આ પહેલ યોગ્ય હતી ? : જી ચોક્કસ કોઈપણ સારું કામ કરવું એના કરતા એની શરૂઆત કરવી એ મહત્વનું છે, આજે નહિ તો કાલે એની અસર થશે જ. મારા બાળકો પણ એ બાબતે મને ટકોર કરી ચુક્યા છે.

7. ડિપ્રેશન આવે? : ના ,સદભાગ્યે આ બીમારી થી ઘણો દૂર છું, મારું મિત્રવર્તુળ એવું સરસ છે કે આ બીમારી પહેલા જ રસી નું કામ કરે છે.

8. પ્રેમ એટલે શું? :  આશા કે અપેક્ષા વગરનો સંબંધ( કમનસીબે હવે વ્યાખ્યા માં જ રહી ગયો છે)

9. સૌથી વધુ ખુશ ક્યારે થાઓ છો? : જયારે મારા બાળકો મને ન આવડતી કોઈ બાબત શીખવે કે જાણકારી આપે ત્યારે.

10. પ્રતિલિપિ એ…મધમાખી જેવું કામ કરે છે, ફૂલો ને શોધી ને એનો રસ ભેગો કરે અને સાથે પરાગરજ પણ ફેલાવે

વાચકોને સંદેશ:

એકજ નમ્ર નિવેદન કે ઘણા નવા લેખકો ખુબજ ઉત્તમ કક્ષાનું લખે છે, નીચે લખેલ નામ ની તકતી વાંચી કોઈનું મૂલ્યાંકન ન કરતા અંદર રહેલ તત્વ જોઈ ને મૂલ્યાંકન કરવું.

Published works on Pratilipi :

               

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s