જન્મ દિન નિમિતે રીનલ પટેલને એક નાનકડી સરપ્રાઈઝ / A short interview with Rinal Patel

નામ : રીનલ રાજન પટેલ  ( પણ સર્વિસમાં હજી ફાધરનું નામ પાછળ લગાવું છું : રીનલ મુકુંદભાઇ પટેલ

જન્મ તારીખ-12/11/1977 ( તે દિવસે હિન્દુ કેલેન્ડર પ્રમાણે નૂતન વર્ષની શરૂઆત હતી .)

મૂળ વતન- પીયર: તોતરમાતા. એ ગામમાં મારા બાળપણની ખુબસરસ યાદો સચવાયેલી છે. આમ તો હું અભ્યાસ હેતુસર મામાના ઘરે બોડેલી રહેતી પણ મારું ગામને જ હું મારું બાળપણ કહીં શકું. સાસરી: કંડેવાર (ફિલ્મ પરદેશ જેવું જ ખેતર વચમાં મોટું ઘર ને તેના પર નાનું સરખું મંદિર….)

વ્યવસાય  : હું રહી ગર્વરમેન્ટ સરવન્ટ… હાલ વડોદરાની સર સયાજી રાવ ગાયકવાડ હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફ તરીકે ફરજ બજાવું છું. પણ પ્રથમ પોસ્ટીંગ સલાયા- જામ ખંભાળીયા 2001માં ત્યાર બાદ સંખેડા-વડોદરા 2003માં ને 2006 થી વડોદરા સ્થાયી…

1) સ્વભાવ :

રમુજી… પ્રેમાળ કહી શકાય. ઘણાં મિત્રો તેને લઇને અલગ અલગ નામ આપેલ છે જેમકે ફટાકડી, વાયડી, ગુલાબો… પણ રીલેશન પર ડીપેન્ડ કરે છે. હા… લડતાં ઝઘડતાં નથી આવડતું પણ ક્યારેક પોતાના હકક માટે કે જાતને સાચી સાબિત કરવા માટે લડી હોવ તે દિવસે હું મારા વલણ પર ખુશ થાવ છું. બાકી ઇમોશનલ વધું ને ઇમોશનલી હસબંન્ડને બ્લેકમેઇલ કરવાની અદામાં માહિર કહી શકો… રડવા માટે આંસુની ટાંકી હું હાજર રાખું છું બસ એક ઉંચો અવાજ થાય ને આંખોનું ટપટપ ટપકવાનું ચાલું.

2) જિંદગી અને સંતોષ. આ બેના તાલમેલ વિશે કઇ કહો.

જિંદગી ખુબસરસ…
સરસ એજ્યુકેશન, હેલ્ધી લાઇફ, માતા પિતાનો પ્રેમ, મનચાહો વર ને સુંદર બે બાળકો… પણ કાંઈક ખૂટતું હોય તેમ લાગ્યા કરે… સંતોષ પરિવાર તરફથી પૂરેપૂરો પણ અંતર આત્માથી નહિં. ક્રીયેટીવીટી કરવાનો શોખ, ડાન્સીંગ ને રાઇટીંગ નો શોખ પણ પ્રોફેશન રહ્યું એકદમ અલગ…તેથી મનમાં ને મનમાં ગૂંચવાતી. સમજણ ન પડે કે હું લાઇફમાં શું શોધું છું. છેલ્લા ત્રણ વર્ષમાં તેના ઉત્તર મળી ગયા. એક કોન્ફરન્સમાં ને બીજો ડાન્સીંગ અકેડમી તરફથી ડાન્સ પરફોર્મ કર્યા. બેબીની સ્કૂલમાં ફેશન શો કર્યો તેમજ નાના મોટા ટોપીક પર જ્યારે વકૃત્વ કર્યું ત્યારથી જિંદગી રસમય લાગવા માંડી. આત્મવિશ્વાસ વધ્યો ને પોતાની જાત પર ગર્વ થયો. એક નારી તરીકેની ત્થા મારા પોતાની ઇચ્છા પૂર્તિ માટેની બધી ભૂમિકા નિભાવવા હું સક્ષમ છું એ મારો સંતોષ.

3) અન્યના વ્યક્તિત્વની કઈ ખૂબીઓ ગમે? :

મારા મામી જેમના સાથે મેં બાળપણ વિતાવ્યું તે.. બહું જ મમતાભર્યુ તેમનું હ્રદય જેઓએ મારી કેટલી પણ ગલતી માની જેમ છુપાવીને માફ કરી હું કદાચ તેમની જેમ ન બની શકું. હાલ હું નીતા અંબાણીથી ખૂબ જ પ્રભાવિત છું. તેમની સમાજસેવા સાથે બીઝનેશ કરવાની જે ખૂબી છે જે પ્રભાવિત કરી જાય છે. મુકેશ અંબાણીની ઓળખથી નહિં તેમને એક પોતાની અલગ પહેચાન બનાવી છે તે આકર્ષક છે.

4) વર્કિંગ વુમન તરીકે એક સ્ત્રીની રોજિંદી વર્ક- લાઇફ બેલેન્સ વિશે તમારું શું માનવું છે ?

બહું જ મુશ્કેલ છે. જો ટીચર કે બીજી કોઇ ફિલ્ડમાં હોત તો જવાબ અલગ હોત… પણ મેડિકલ ફિલ્ડને સીફ્ટ ડ્યૂટી. . જીવનના રોજિંદી દિનચર્યામાં કોઇ મેનેજમેન્ટ નથી હોતું બસ અડજેસ્ટમેન્ટ કરવું પડે છે. ધીમે ધીમે પતિ બાળકો બધાં જ અડજેસ્ટમેન્ટ કરતાં થઇ જાયને જ્યારે જુવાનીનો સુંદર સમય આમ ભાગદોડમાં પસાર થઇ જાય ને પછી રીટાયર્ડ ટાઇમમાં ફેમીલી સાથે સમય વિતાવવા માંગતા હોઇએ તો એ આપણા વગર જીવવા શીખી ગયા હોઇ છે.
હા… પતિ ખુબ સારી સપોર્ટ સિસ્ટમ તરીકે ભાગ ભજવીને રોજિંદા કામમાં મદદરૂપ થાય છે એટલે બધુ મેનેજમેન્ટ થઇ જાય છે.

5 ) સર્જનમાં કોઈ પ્રેરણામૂર્તિ હતાં? છે? :

પ્રથમ તો પતિ… તેમને પ્રેમ કરી પ્રેમીકાના સ્વરૂપે પત્ર લખ્યા, ડાયરી લખી ત્યાર બાદ લગ્ન કરી તે એક વર્ષ ફર્ધર સ્ટડી માટે વિદ્યાનગર રહેવા ગયાંને એકલતાએ મને નોવેલ કાવ્યો વાંચવાની આદત પાડી દીધી. પછી તેમના વિરહમાં દેવદાસ જેવી રચનાઓ લખતી થઇ ગઇ. બસ ભૃણ હત્યા ને ફીમેલ એજ્યુકેશન વિશે વાત કરતા કરતા ફે બી પર રીનલ ફરી કાવ્યો લખતી થઇ ગઇ… મારા ગાંડા ઘેલા લખાણને સાકેત દવે જેવા ભાઇએ એનકરેજ કરી . ફે બી પર ઘણાં બધાં સારા કવિમીત્રો છે જે કેમ લખવું તે એકબીજાને શીખવાડે છે.શ્રેષ્ઠ લખાણ માટે સાહિત્યનું વાંચન ખુબ જ જરૂરી હોય છે પણ સમયના અભાવે બહું વાંચન નથી કરી શકતી પણ ભાગવત, ભગવતગીતા ને રામાયણ એ વાંચવું મને વધું પસંદ છે.

6) પ્રિય ભોજન  :

લાડું તે પણ મમ્મીના હાથના, રીંગણનું ભરથુ, બાજરીના રોટલા, ખીચડી ને કઢી મારું ફેવરેટ છે. હા…
જીભને ચેન્જ આપવા માટે સાઉથ ઇન્ડિયન ફૂડ ને ઇટાલિયન ફૂડ ને પણ પ્રાયોરીટી આપું છું….

7) 24 કલાકનો પ્રિય પહોર  :

રાત્રે સૂતા પહેલાં બેડરૂમમાં એફ એમ વાગતું હોયને બેબીનો નખરાં સાથેનો ડાંન્સને બાબાની તેની સાથેની અવરચંડાઇ ને અમે હસબન્ડ વાઇફ બાળકોની મસ્તી સાથે એન્જોય કરતાં હોઇએ. આ સમય અમારા પુરા દિવસનો થાક ઉતારી દે ને બીજી સવારે ફરી જિંદગી જીવવાની નવી ઉમંગ ને જોશ ભરી દે છે.

8 ) પ્રેમ એટલે શું ? : 

એકબીજાનું થઇને રહેવું. ક્યાંક હાથ છૂટે તો કસીને પકડવું જે કહી જાય I m with u… તું ચાલ હું તને સંભાળવા છું તેવી અનુભૂતિ નજર મિલાવીને મળી શકે. ખરેખર પ્રેમ ખૂબ જ સુંદર અનુભૂતિ છે જે હું ને તું ભૂલાવી આપણે બનાવી દે છે… મારા તો લવ વીથ અરેન્જ મેરેજ છે માટે love is my life એમ હું કહીં શકું.

9) સૌથી વધુ ખુશ ક્યારે થાઓ છો ?

બહું પ્રયાસ કરવા છતાં કોઇ કામ ન થતું હોય કે ન આવડતું હોય ને જ્યારે થઇ જાય ત્યારે . હા… સરપ્રાઇઝ ગિફટની પણ ખુશી ખૂબ હોય છે જોઇએ આજ મળે છે કે નહિ…. હા..હા..હા..

10) પ્રતિલિપિ એ

ગુલદસ્તો છે જે બહું કિંમતી ફૂલોની સંગાથ અમારા જેવા મામૂલી ફૂલને પણ શણગારી જાણે છે. હ્રદયથી ખુબ ખુબ આભાર પ્રતિલીપી ત્થા સહ્રદયીનો

વાચકોને સંદેશ :

દરેકમાં કોઇને કોઇ અજીબ તાકાત રહેલી હોય છે તેને બસ ઓડખવાની જરૂર છે રસ્તો આપોઆપ મળી જશે. સોસીયલ મીડીયા પબ્લિકને એન્ટરટેઇનમેન્ટ કરવા સિવાય આપણે તેનો સમાજને માર્ગદર્શન ત્થા જાણકારી પૂરી પાડવા માટે પણ ઉપયોગી છે તો તેના દ્વારા બનતો પ્રયાસ કરીને કાંઈક ફાળો જરૂર આપીશું… હું પ્રયત્નશીલ છું તમે પણ સહકાર આપશો

Published works on Pratilipi :

         

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s