પ્રતિલિપિ વિશે

વર્ષો જૂની કહેવત છે એક, “તમે જે વાંચો છો એ બનો છો.” આ સંકલિત બદલાવ કંઈક આ રીતે આવે છે, વાંચન – ગ્રહણ – નિદિધ્યાસ – અનુકરણ – એક નવી ઓળખ; અને અમે તમારા આ રોજબરોજ અજાણતાં કરાયેલા પ્રયાસોને સંતોષકારક બનાવવા કટિબદ્ધ છીએ.
૧. વાંચો જ્યા સુધી મજા ના આવી જાય:
જે ચાહો, જ્યારે ચાહો, જ્યાં ચાહો. ઉપકરણના બંધન વિના; કોમ્પ્યુટર, સ્માર્ટફૉન, ટૅબલેટ. ભાષાના બંધન વિના; હિન્દી, ગુજરાતી, બંગાળી, તમિલ, મરાઠી, અંગ્રેજી. અને સ્વર્ગીય અહેસાસ તો એને જ કહેવાય, જ્યારે આ બધું અનલિમિટેડ ફાઇલ ડાઉનલોડ સાથે કોઈપણ ફૉર્મૅટમાં ઉપલબ્ધ હોય. ખેર, આ બધાં સાથે ઢગલો ને ઢગલો પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓનો આનંદ અકલ્પનીય જ રહેશે.
૨. જાણો અને માણો :
ભારતની વિધવિધ ભાષાકીય પ્રતિભાઓ અને છુપાયેલી હસ્તીઓને ઓળખો. તેમનાં અનુવાદિત પુસ્તકો, વાર્તાઓ, કવિતાઓ, નવલ કથાઓ, હાઇકુનો આસ્વાદ માણો. એમને ફૉલો કરો અને સીધો વાર્તાલાપ કરો. અશક્ય લાગે છે ને ? અજમાવી જુઓ અમને. 🙂
૩. જણાવો અને બનાવો તમારી ઓળખ:
જણાવો દુનિયાને તમે કોણ છો. તમારી પસંદ–નાપસંદ જાણવા અમે અને બીજાં ઘણાં આતુર છે. તમારો પસંદીદા વાંચનસંગ્રહ બનાવો. તક મળે તો શું વાંચવા માગો છો, અમને જણાવો અને ફક્ત તમારી જાણકારી માટે કહી દઉં, અમે ભેટ-સોગાદો આપવાનાં શોખીન છીએ.
૪. વાંચો અને વંચાવો:
રસોઈ કરતાં, ટ્રાફિક સિગ્નલ પર રાહ જોતાં, રાતે ઉંઘવાનો પ્રયત્ન કરતાં, ઑફિસમાં લંચ પછીની આરામની પળોમાં તમારા મગજમાં આવતા વિચારો કે યાદોને તમારા મિત્રો સાથે તરત શેર કરો, કારણકે અમને ખબર છે કે વિચારોના વંટોળ કાગળ અને પેન સાથે ઓછા અને રોજિંદાં કાર્યોમાં વધારે આવે છે. તમારી પસંદીદા કવિતાઓ, પ્રસંગો, વાર્તાઓ અને એવા ઘણા બીજા લેખોને સહુની સાથે શેર કરો. અને હા, તમારા અત્યાર સુધીના લેખન કાર્ય( કવિતાઓ, હાઇકુ, નાની વાર્તાઓ, નવલકથાઓ અને લેખો )ને અમારી સાથે નિઃશુલ્ક પબ્લિશ પણ કરી શકો છો.
૫. ઉજવો તમારી પસંદ ને:
ઉજવણી કરવી કોને ન ગમે ? તમારા ચાહિતા લેખકો, કવિઓ અને એમનાં સર્જનને ઉજવો. “બેસ્ટ ઓફ ઑલ” ને પસંદ કરો અને તમારા પ્રતિભાવ આપો.
૬. શું તમે નવોદિત લેખક છો?
તમે અમારા માનીતા છો. તમારી વાર્તા, લેખો, કવિતાઓ, હાઇકુ અને ભાવનાઓને પ્રતિલિપિ સાથે નિઃશુલ્ક પબ્લિશ કરો. પ્રતિલિપિના માધ્યમથી તમારાં પબ્લિશ થયેલાં ઈ- પુસ્તકોનું વેચાણ પણ કરી શકો છો, કારણકે અમને તમારી સર્જનશક્તિમાં વિશ્વાસ છે.

.

11 thoughts on “પ્રતિલિપિ વિશે

  1. ‘સૂર સાધના’ પરની કોઈ પણ સામગ્રી વિના સંકોચે પ્રતિલીપી પર વાપરી શકો છો.

    Like

  2. FYI
    I tried to read my eBook ‘Bani Azad’and found that …..
    1. links to chpaters in index are not working.
    2. Next/ previous buttons are too much low. To change page, one has to scropp up/down every time.

    These make the matter highly irritating to use for an e-Book

    Liked by 1 person

  3. પ્રતિ લીપી વિષે જાણ્યું
    મારા બ્લોગમાં મારી આવડત પ્રમાણે લખ્યું છે .પ્રતિ લીપી માટે વાપરવું હોય તો વિના સકોચે પરવાનગી વગર લખી શકો છો .

    Liked by 1 person

    • सहृदयी बहन
      आपका अंशु त्रिपाठी के साथका वार्तालाप पढ़ा मुझे अंशु बहन का परिचय हुवा बड़ी ख़ुशी हुई .

      Like

Leave a reply to aataawaani Cancel reply